Home /News /surat /સુરત: યુવકને માર મારનાર આરોપીની ધરપકડ, સગા કાકાનો દીકરો છતા આરોપીએ ફટકા માર્યા

સુરત: યુવકને માર મારનાર આરોપીની ધરપકડ, સગા કાકાનો દીકરો છતા આરોપીએ ફટકા માર્યા

સુરતમાં યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે. તેવામાં સુરતના કોસાડ આવાસ વિસ્તારમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવક અન્ય યુવકને લાકડાના ફટકા વડે માર મારતો નજરે પડે છે.

સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતેનો એક વીડિયો સશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ લાકડાના ફટકા વડે અન્ય યુવકને ફટકારતો હતો. વીડિયો વાયરલ થતા અમરોલી પોલીસે જાતે ફરિયાદી બની માર મારનાર હાસીનની ધરપકડ કરી હતી.

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે. તેવામાં સુરતના કોસાડ આવાસ વિસ્તારમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવક અન્ય યુવકને લાકડાના ફટકા વડે માર મારતો નજરે પડે છે. સમગ્ર વીડિયો મામલે અમરોલી પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, વીડિયોમાં જે ઈસમ માર મારતો દેખાઈ છે અને જેને માર મારવામાં આવી રહ્યો છે તે તેમના સગા કાકાનો છોકરો હતો. જેથી પોલીસે માર મારનાર હાસીન અહેરાર શેખને ઝડપી પાડ્યો હતો.



પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું કે તેમના કાકાનો દીકરો સમદ તેમના માતા-પિતા સાથે ઝગડો કરી રહ્યો હતો. તે દરમ્યાન તેમને સમજાવવા જતા તેમની સાથે પણ ઝગડો થયો હતો. જેથી તેમને માર મારવામાં આવ્યો હતો. જોકે વીડિયો વાયરલ થયો હતો, જેથી શાંતિ અને સલામતી ન જોખમાય તે માટે અમરોલી પોલીસે જાતે ફરિયાદી બની હસીન અહેરાર શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ક્રાઇમની થ્રીલર સ્ટોરીને ટક્કર મારે એવી અમદાવાદની હત્યાની ઘટના

જોકે પકડાયેલા આરોપી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી ના કરે તેને લઈને પણ પોલીસે તેના પર કડક કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ અને આ પ્રકારનો વીડિયો ઉતારી તે પોતાના વિસ્તારમાં ધામ જમાવવા માટેનો પ્રયાસ કરતો હતો એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, સુરત પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો