Home /News /surat /

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ અત્યંત ભારે, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં મેઘો કરશે તાંડવ

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ અત્યંત ભારે, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં મેઘો કરશે તાંડવ

આગામી 2 દિવસ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરશે.

આગામી 2 દિવસ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરશે. જે અનુસાર દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ અત્યંત ભારે રહેશે. જેમા નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં મેઘો મન મૂકીને તાંડવ કરી શકે છે.

    ગુજરાત આખામાં મેઘરાજા (Gujarat Monsoon 2022) એ કહેર વર્તાવ્યો છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તો મેઘતાંડવ (Rainfall in Gujarat) થયુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાત (Rainfall in South Gujarat)થી લઇ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં તો ધોધમાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય તેમ ઘરો અને બિલ્ડીંગોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો ઘણા ઘરોમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ત્યાં જ શહેરી વિસ્તારોમાં તો ગાડીઓ ડૂબી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે આવામાં હવામાન વિભાગે વધુ એક આગાગી આપી છે જેને લઇ એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોટી આફત માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે 2 દિવસ અત્યંત ભારે રહેશે. હવામાન વિભાગ અનુસાર, અહીં 15 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. આમ આગામી 2 દિવસ આકાશી આફત માટે લોકોએ સાવધાન રહેવું પડશે અને અતિથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.



    આગામી 2 દિવસ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરશે. જે અનુસાર દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ અત્યંત ભારે રહેશે. જેમા નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં મેઘો મન મૂકીને તાંડવ કરી શકે છે. આ દરમિયાન આ જિલ્લાઓમાં 15થી 16 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ આફત માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.

    આ પણ વાંચો- રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે RMC એ સગર્ભા મહિલાઓની યાદી બનાવી, જાણો શું છે મામલો

    બીજી તરફ આજે અમરેલી જિલ્લામા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પાણી ભરાયા છે. જ્યાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. આગામી બે દિવસ માટે શાળા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમા રજા જાહેર કરી દેવાઇ છે. જિલ્લામા એનડીઆરએફની ટીમને પણ ખડેપગે તૈનાત રાખવામા આવી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarat rainfall, Rainfall in Gujarat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन