Home /News /surat /સુરતના વરાછામાં સરેઆમ એકની ચપ્પુના ઘા મારી હત્યા, મરનાર અને મારનાર બંને ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
સુરતના વરાછામાં સરેઆમ એકની ચપ્પુના ઘા મારી હત્યા, મરનાર અને મારનાર બંને ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
સરેઆમ એકની ચપ્પુના ઘા મારી હત્યા
Surat Crime News: સુરતના વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે મારનાર અને મરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ચસ્વની લડાઈમાં ઝગડો આખરે હત્યા સુધી પહોચતા વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: સુરતના વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે મારનાર અને મરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ચસ્વની લડાઈમાં ઝગડો આખરે હત્યા સુધી પહોચતા વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
સુરત પોલીસની કાર્યવાહી
સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હત્યા જેવા બનાવો પણ અત્યારે સુરત શહેરમાં સામાન્ય બની રહ્યા છે, ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકનું સરા જાહેર લોહી વહ્યું હતું. વરાછા વિસ્તારમાં આવેલ કામલપાર્ક સોસાયટીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે ખુશાલ કોઠારી નામનો યુવક પોતાની બાઇક પર ઉભો હતો તે દરમિયાન નજીકમાં ઉભેક એક ઇસમ તેની પાસે આવ્યો હતો અને ત્યારબાદ અન્ય ઇસમ પાછળથી આવીને ચપ્પુના ઘા મારવાના શરૂ કરતાં યુવક નીચે ઢળી પડ્યો હતો અને આરોપીઓ ચપ્પુ મારી ભાગી છૂટ્યો હતા.
ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જે મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મારનાર ખુશાલ કોઠારી નામચીન આરોપી છે અને અગાવ લૂંટ, ચોરી, મારામારી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલ હતો જેને થોડા સમય પહેલા હત્યા હત્યા કરનાર આરોપીને ચપ્પુ મારી ને ઇજા પોહચાડી હતી અને જેલ હવાલે થયો હતો.
મળતી માહિતી પ્રમાણે ખુશાલ જેલમાંથી છૂટતા જ અંગત અદાવત રાખીને બંને આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો અને ખુશાલ કોઠારીની હત્યા કરી નાખી હતી. ત્યારે બંને પક્ષે રીઢા ગુનેગાર હોય જેમાં બે આરોપીઓએ ભેગા મળીને અન્ય રીઢા આરોપીની હત્યા કરી નાખી હતી જે મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ ગુનેગારોને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન પણ ચલાવી રહી છે.