સુરત (Surat Police) પોલીએ એક એવો ચોર (Thief) ઝડપી પાડ્યો છે કે જે માત્ર ને માત્ર ગૂગલમાં (Google) તમાકુની દુકાન (Tobacco shop) શોધીને ચોરી (Theft) કરતો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ (Junagadh) અને પાંડેસરામાં (Pandesara) ગુટખાની દુકાનો ગૂગલ મેપથી (Google Map) સર્ચ કરી 9 લાખથી વધુના સામાનની ચોરી હોવાની પોલીસ સાથે કબૂલાત કરી હતી જોકે વરાછા (Varahca) ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો હોવાની વિગતોને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે આવા ચોરો પકડી પાડવાની સતત કામગીરી ચાલી રહી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે એક એવો ચોર જે ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને માત્ર ને માત્ર ચોરી કરે છે. જોકે વરાછા ખાતે કારખાના કામ કરતો આ ઈસમ ગૂગલ મેપનો ઉપયોગ કરી તમાકુના ગોડાઉનમાં ચોરી કરતો હતો તે પણ ગેંગે બનાવીને.
જોકે આ ઈસમો બે મહિના પહેલા જૂનાગઢ અને તાજેતરમાં સુરતના પાંડેસરામાં રૂપિયા 9 લાખની ચોરી કરી હતી. પોલીસે આ ગેંગેને ઝડપવામાં તો નિસ્ફળતા મળી છે પણ આ ગેગનો મુખ્ય સૂત્રધારને પોલીસે બાતમીના આધારે વરાછાના મીની બજારમાંથી પકડી પાડ્યો છે
" isDesktop="true" id="1099197" >
તે વરાછામાં લેઝર મશીનના એક કારખાનામાં કામ કરતો હતો. પકડાયેલા રીઢા ચોરનું નામ નરેશ ઉર્ફે નરીયો લાડુમોર છે. નરીયો મૂળ અમરેલીના રાજુલાનો છે. જોકે પોલીસે આ ઈસમની અટકાયત કરી તેની પૂછપરછ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જોકે આરોપીના 5 સાગરિતોને વડોદરાની ક્રાઇમબ્રાંચે એક મહિના પહેલા પકડી પાડ્યા હતા.
ટોળકી પહેલા રેકી કરે પછી રાત્રે તેમાંથી ચોરીઓ કરે છે. ચોરી પછી ભાડેના ટેમ્પામાં ચોરીનો માલ લઈ નીકળી જાય છે. ટેમ્પા ચાલકને માલ લાવાનો છે એમ કહી લઈ આવતા હોય છે. નરેશ અગાઉ સુરતમાંથી 14 વાહનની ચોરીમાં પકડાયો હતો. ઉપરાંત પલસાણામાં લૂંટ અને પાસામાં પણ જઈ આવ્યો હતો.
હાલ તેના સાગરિતોમાં મહાવીરસિંહ, ધર્મેશ, રામબાબુ, અજય અને જગદીશ જેલમાં છે. જોકે પોલીસે આ ઇસમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ઈસમની તપાસ દરમિયાન ચોરીના અનેક ભેદ ઉકલાય તેવી આશકા પણ પોલીસે વ્યક્ત કરી છે