Home /News /surat /Uttarayan 2023: માર્કેટમાં ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ વધુ, સાત કલાકનું બેટરી બેકઅપ મળે છે

Uttarayan 2023: માર્કેટમાં ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ વધુ, સાત કલાકનું બેટરી બેકઅપ મળે છે

ફાઈલ તસવીર

Surat News: સુરતમાં ઇલેક્ટ્રીક ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફીરકીમાં એક બટન દબાવવાથી સરળતાથી દોરો વીંટી શકાય છે અથવા તો ફીરકીમાંથી દોરાને ઢીલ આપી શકાય છે.

સુરતઃ ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે માર્કેટમાં નવા નવા પ્રકારની પતંગો તેમજ ફીરકીઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં ઇલેક્ટ્રીક ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફીરકીમાં એક બટન દબાવવાથી સરળતાથી દોરો વીંટી શકાય છે અથવા તો ફીરકીમાંથી દોરાને ઢીલ આપી શકાય છે. સુરતમાં ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને બેટરી સંચાલિતા ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી છે.

માર્કેટમાં ફીરકીની ડિમાન્ડ વધુ


ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ બજારમાં અલગ અલગ પ્રકારની પતંગ અને નવી નવી વેરાઈટીની ફીરકીઓનું વેચાણ શરૂ થયું છે. પતંગરસિયાઓને ઉત્તરાયણમાં કોઈ વધારે મુશ્કેલી પડતી હોય તો તે પતંગ કપાય બાદ દોરો ફીરકીમાં લપેટવામાં પડે છે. ત્યારે સુરતમાં સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે. આ ફિરકીમાં એક બટન દબાવવાથી દોરો ફિરકીમાં વીંટાય જાય છે. તેમજ પતંગ ચગાવતા સમયે પતંગના દોરાને ઢીલ પણ આપી શકાય છે. સુરતમાં આ ઇલેક્ટ્રીક ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. દોરો વીંટવાની ઝંઝટ ન હોવાને કારણે આ ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ પણ વધી રહી છે.


સાત કલાકનો બેટરી બેકઅપ મળે છે


આ ઇલેક્ટ્રીક ફીરકીમાં સૌથી મોટી ખાસિયત એ છે તે બેટરી સંચાલિત છે. આ ફીરકીમાં નવ વોલ્ટની ત્રણ બેટરી મૂકવામાં આવે છે. જે 6થી 7 કલાક સુધી આ ફીરકીને સતત ફરવામાં બેટરી બેકઅપ પૂરું પાડે છે. આ ઉપરાંત એક મોટર પણ મૂકવામાં આવી છે જે આ ફિરકીને સરળતાથી ફેરવી શકે છે. ફીરકીમાં બેટરી પૂરી થયા બાદ તેની બેટરી પણ સરળતાથી બદલી શકાય છે. ઉતરાયણમાં ઇલેક્ટ્રીક ફીરકીના કારણે હવે પતંગ રશિયાઓને પતંગ કપાયા બાદ પતંગની દોરી વીંટવાની જે મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. કારણ કે ઈલેક્ટ્રીક ફીરકીમાં એક બટન દબાવવાથી ફીરકીમાં દોરી વીંટાવા લાગશે જેથી પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો આનંદ ખૂબ જ સારી રીતે માણી શકશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Kite Festival, Surat news, Uttarayan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन