Home /News /surat /Surat: અદ્ભૂત ઘુમ્મટ ધરાવતું 400 વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત
Surat: અદ્ભૂત ઘુમ્મટ ધરાવતું 400 વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત
સુભાષચોક હાથીવાલી ગલીમાં આવેલ આ દેરાસર 400 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યું હતું. શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે સં.1679ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં તેમની પ્રતિષ્ઠા થઈ હતી- 20 હજાર સ્ક્વેર ફૂટ આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુભાષચોક હાથીવાલી ગલીમાં આવેલ આ દેરાસર 400 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યું હતું. શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે સં.1679ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં તેમની પ્રતિષ્ઠા થઈ હતી- 20 હજાર સ્ક્વેર ફૂટ આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુરત: ગોપીપુરા વિસ્તારમાં જૈન દેરાસરોની તીર્થ ભૂમિ તરીકે પ્રખ્યાત છે. જ્યાંનું પ્રાચીનતમ અને પ્રભાવકતાના દસ્તાવેજ તરીકે શ્રી સુરજમંડન પાર્શ્વનાથ જૈન દેરાસર ભારત ભરમાં પ્રચલિત છે. સુભાષચોકના હાથીવાલી ગલીમાં આવેલ આ દેરાસર 400 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યું હતું. જો કે શિખર વિનાનું આ દેરાસર સમય અને સંજોગોને ધ્યાનમાં લઈ ઈ.સ.1987માં પાયામાંથી ઉતારી નવું ધુમ્મટવાળું શિખરબંધી દેરાસર બનાવવામાં આવ્યું હતું.
મૂર્તિ 1000 વર્ષ જૂની છે
નવફણાયુક્ત 61 ઇંચ ઉંચા અને 45 ઇંચ પહોળા હાથીવાળા દેરાસર તરીકે ઓળખાતા મૂળનાયક શ્રી ધર્મનાથજીના દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજમાન છે. આ મૂર્તિ 1000 વર્ષ જૂની હોવાની માન્યતા છે અને ચાતુર્માસમાં આ દેરાસરમાં મોટી સંખ્યામાં શ્રાવકો દર્શન માટે ઊમટે છે.
શ્રેષ્ઠીના નામ પરથી ઓળખાય છે ગોપીપુરા વિસ્તાર
સમ્રાટ અકબરના જીવન પરિવર્તનમાં મહત્વનો ભાવ ભજવતા શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિતના વરદ હસ્તે સં.1679ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં તેમની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના શ્રેષ્ઠી એ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રેષ્ઠીના નામ પરથી સુરત શહેરનો મહત્ત્વનો વિસ્તાર ‘‘ગોપીપુરા’’ તરીકે ઓળખાય છે.
55 બાય 55 ચોરસ ફૂટનો રંગમંડપ છે
100 દેશના કારીગરોએ અહીંયા ભારતનો સૌથી મોટો રંગ મંડપ બનાવ્યો છે. 55 બાય 55 ચોરસ ફૂટના આ રંગ મંડપમાં 14 લેયરમાં અલગ અલગ કલાકૃતિઓ બનાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને 20 હજાર સ્ક્વેર ફૂટ આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અન્ય કોઈ દેરાસરમાં ન હોય તેવો વિશિષ્ટ ધુમ્મટ છે
આ દેરાસરનો ધુમ્મટ સમગ્ર ભારત વર્ષમાં ક્યારેય જોવા નહીં મળે એવું ઈતિહાસ કહે છે. અહીંના રંગ મંડપમાં 16 વિદ્યાદેવીઓ, બેનમૂન કલાત્મક ચાવી, કોલ કાચલા અશોક વૃક્ષની પાંખડીઓ, સેંકડો નાગફણી, એકબીજાની સુંઢની ગુંથણી સાથેના 100થી વધુ હાથી, 24 તીર્થકરો તથા તેમના યક્ષ-યક્ષિણી અષ્ટમંગળ, દેવતાઓના આયુધો, ઉત્કૃષ્ટ 170 તીર્થકરો, વિવિધ દેવતોઓના આર્કષણ રથ સાથે ભારતમાં અન્ય કોઈ દેરાસરમાં ન હોય તેવો વિશિષ્ટ ધુમ્મટ છે.
5000 ચોરસ ફુટનો સૌથી મોટો રંગમંડપ
સમગ્ર ભારતભરમાં 5000 ચોરસ ફુટનો સૌથી મોટો રંગમંડપ અને 1 હજાર વર્ષ પ્રાચીન પરમાત્માની ભવ્ય અને નયન રમ્ય પ્રતિમાજી છે. આ જીનાલયનો જીર્ણોધાર આશીર્વાદ દાતા તથા જિનાલયના આમૂલ જીરર્ણોધારક જીનશાસન શણગાર પ. પૂ. આ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ. સા., સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિશ્રવરજી મ. સા. તથા વ્યાકરણ ચાયઁ પ. પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરિશ્રવરજી મ. સા. હસ્તે થયો હતો. અંદર પ્રવેશતા જ જિનાલયમાં પ્રાચીન શૈલી હૃદયને આકર્ષે છે. રંગ મંડપની કોતરણી સ્થાપત્યકલાની શ્રેષ્ઠતા શાખ પુરે છે.