Mehali Tailor, Surat:. બદલાતા જતા જમાના સાથે હવે વાલી અને બાળકોના સંબંધોને એક મજબૂત અને સ્વસ્થ સંબંધ બનાવો ઘણું જરૂરી બન્યો છે. અને વાલીઓ દ્વારા બાળકો ને ખુશ રાખવાના અને સાચી દિશાઓ બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આમ છતાં પણ તેમાં ક્યાંક સમસ્યા આવે છે. અને આ સમસ્યાનું સમાધાન લાવવા સુરતની બોમ્બે હોસ્પિટલમાં એક ઇવેન્ટમાં વાલીને પેરેન્ટિંગ એપ્લિકેશન બાબતે જાણકારી આપવામાં આવી હતી.
બાળકના સ્વાસ્થ્ય અને ગર્ભઅવસ્થામાં સતાવતી સમસ્યાનુ સમાધાન આપવામાં આવ્યુ હતુ
બેબીચક્ર કંપની દ્વારા માતા પિતાની સમસ્યાના સમાધાન માટે એક બેબીચક્ર એપ્લિકેશન બનાવવામાં આવી. આ પેરેન્ટિંગ એપ્લિકેશન દેશવ્યાપી માતા સમુદાયનું નિર્માણ કરી રહી છે. આ પેરેન્ટિંગ એપ્લિકેશનનું એક વર્કશોપ રાખવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ અને આંખની તપાસો પણ કરવામાં આવી હતી. વાલીઓ અને બાળકો હેલ્દી રહી શકે એ માટે ડાયટ પ્લાન પણ ફ્રીમાં બનાવી આપવામાં આવ્યો હતો.
તમામ મહિલાઓ, નવા માતા પિતા અને માતા માટે આરોગ્ય,ગર્ભવસ્થા, વાલીપણા બાળક અને બાળકની સંભાળ વગેરે સંબંધિત લાખો પ્રશ્નો દરેક મા-બાપને સતાવતા હોય છે અને આ તમામ પ્રશ્નોના જવાબો બેબીચક્ર વર્કશોપ યોજીને આપે છે.
ડોકટરો દ્વારા માતા પિતાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ બેબીચક્ર ઇવેન્ટનો ઉદ્દેશ્ય સમાન વિચારધારા ધરાવતા વાલી પણ યુગલોને સુરક્ષિત અને આરામદાયક જગ્યામાં એક સાથે લાવવાનો હતો. જ્યાં તેઓ તેમના બાળકો સાથે તેમના સ્વાસ્થ્ય અને વાલીપણાને લગતી સમસ્યાની ચર્ચા કરી શકે. સાથે સાથે તેમને વાલીપણાને પણ યોગ્ય દિશા આપી શકે તે માટે પણ વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેબીચક્ર એ તેની એપ્લિકેશન અને સામાજિક સમુદાય તેમ જ ઓફલાઈન દ્વારા માતા-પિતાને સમર્થન અને અવાજ પ્રદાન કરવા માટે ભારતની એકમાત્ર કંપની બની છે. જેમાં ભારત ભરમાંથી લાખો માતા પિતા આ બેબી ચક્ર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. આ વર્કશોપમાં સુરતના ડોક્ટર સોનિયા ચંદાની અને ડોક્ટર સંતોષ યાદવ દ્વારા અનેક માતા-પિતાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર