mehali tailor, surat:યોગનું ભારતીય સંકૃતિમાં ઘણું મહત્વ છે.યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને બદલે તેના મય થઈ જાવ છો.યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા. આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. અને કોરોના બાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગનું મહત્વ લોકોને વધુ સમજાયું છે.અને લોકો હવે રોજ યોગા કરતા થયા છે.
રોજ સવારે બે કલાક આ મહિલા લોકોને ફ્રીમાં યોગા શીખવે
સુરત શહેરમાં આ યોગા માટે અનેક ક્લાસ શરુ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ ફી લઇ રોજ યોગા કરાવે છે.પરંતુ સુરતની એક મહિલા જે દરેક લોકો માટે ફ્રીમાં યોગા ક્લાસ ચલાવે છે. આ યોગ શીખવતા ભાવના બેન પટેલની ઉમર 50 વર્ષ છે. આમ છતાં આ ભાવનાબેનમાં એક યુવાન મહિલા જેટલી એનર્જી જોવા મળે છે.
ભાવના બેન રોજ સવારે 2 કલાક 50 થી 60 લોકોને પદ્ધતિસર યોગા કરાવે છે.અને અનેક લોકો ઉત્સાહ પૂર્વક આ યોગામાં જોડાય છે. અને યોગા કરે છે. આ યોગા કરવા આવતા લોકોને યોગ કરવાથી ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યા પણ દૂર થઇ છે.કેટલાક લોકોની શરીરના કોઈ ભાગની નસ દબાઈ ગઈ હોય કે પછી કોઈક શરીરના રીગામેન્ટને લગતા પ્રોબ્લેમ હોય એ લોકો પણ ભાવનાબેન પાસેથી યોગ્ય રીતે યોગા શીખી અને નિયમિત યોગા કરતા તેમની આ સમસ્યા પણ દૂર થઇ હતી.
છેલ્લા 6 વર્ષથી ભાવનાબેન લોકોને યોગા શીખવી રહ્યા છે.
ભાવનાબેન 15 વર્ષથી યોગા શીખી રહ્યા હતા. ત્યારે તેમને વિચાર આવ્યો કે હવે માટે પણ બીજાને યોગા શીખવવા જોઈએ અને લોકોને તેનો લાભ આપવો જોઈએ. એટલે છેલ્લા 6 વર્ષથી ભાવનાબેન લોકોને યોગા શીખવી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ યોગનું મહત્વ જાણ્યું હતું. અને કોરોના બાદ ભાવનાબેન પાસે યોગા શીખવા આવતા લોકોની સંખ્યા બમણી થઇ ગઈ હતી.
ભગવાને સારું જીવન આપે તો બીજાને મદદરૂપ થાવ
ભાવનાબૅનએ જણાવ્યું હતું કે,''ભવગવાને જયારે આપણને સ્વસ્થ માનવ જીવન આપ્યું છે. તે માત્ર આપણા માટે જ નહિ પરંતુ બીજાને પણ મદદરૂપ થવા આપ્યું છે.અને આપણે કોઈ પણ રીતે બીજાને મદદરૂપ થઇ શકીયે ત્યારે આપણું જીવન સાર્થક થયું ગણાય અને આ જ વિચારથી લોકોને યોગા શીખવવાનું શરુ કર્યું. જેથી લોકો સ્વસ્થ અને ખુશાલ જીવન જીવી શકે છે. અને જીવનમાં સારું સ્વાસ્થ્ય એજ સૌથી મોટું સુખ છે. અને યોગથી લોકો સ્વસ્થ રહી શકે છે.''ભાવનાબેન સુરતના અડાજણના મોરજી ગાર્ડનમાં રોજ સવારે 6 થી 8 દરમિયાન ફ્રીમાં યોગા કરાવે છે, અને આ સિવાય પણ તે પોતાના સમાજ માટે ઘણી પ્રવૃત્તિઓ પણ કરે છે.
એડ્રેસ
અડાજણના મોરજી ગાર્ડનમાં રોજ સવારે 6 થી 8 દરમિયાન કરી શકાય છે ફ્રીમાં યોગા ક્લાસ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, મહિલા, યોગ, સુરત