Home /News /surat /સુરતમાં અનોખો રેકોર્ડ સર્જાયો, એક સાથે 3100 વિદ્યાર્થીઓએ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

સુરતમાં અનોખો રેકોર્ડ સર્જાયો, એક સાથે 3100 વિદ્યાર્થીઓએ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ

Unique Record In Surat: ડાયમંડ સિટી સુરતમાં બધુ એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં એક સાથે 3100 જેટલા વિદ્યાર્થીઓએ એક કે બે વખત નહીં પરંતુ 21 વખત સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ પાઠ કરવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

વધુ જુઓ ...
સુરત: ડાયમંડ સિટી સુરતમાં બધુ એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં એક સાથે 3100 જેટલા વિદ્યાર્થીઓએ એક કે બે વખત નહીં પરંતુ 21 વખત સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ પાઠ કરવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આજે આ ટેક્નોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ અવળે રસ્તે ના જાય અને આધ્યાત્મિક રીતે અને ધાર્મિક રીતે જીવન જીવે તે માટે સુરતની નાલંદા સ્કૂલ દ્વારા અનોખું આયોજન કરી વિક્રમ સર્જ્યો હતો.

સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ઊભું થયું


શાળા પરિવાર દ્વારા શાળાના 3,100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં 21 વખત હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. હનુમાન ચાલીસા પાઠ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, વિદ્યાર્થીઓમાં પોઝિટિવ એનર્જી આવે અને હકારાત્મક વિચારધારા આવે તે માટે આયોજન કરાયું હતું. આજના સમયમાં વિધાર્થીઓ મોબાઈલ ફોનને વળગી રહે છે. જેથી ધાર્મિક રીતે તેનું વલણ અલગ પડી જતું હોય છે. જે જાળવી રાખવા માટે શાળા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું.

આ પણ વાંચો: ગતિશીલ ગુજરાતના આ ગામમાં પાણી માટે વલખા, પંદર દિવસથી પાણી જ નથી આવ્યું 

21 વખત સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ


આ સાથે સાથે બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાતા આનંદની અનુભૂતિ કરી હતી આ કાર્યક્રમની પાછળનું મહત્વ એ હતું કે બાળકોને પોતાના ધર્મ વિશે જ્ઞાન મળે સાથે ધર્મને લઈ તેઓ આગળ આવી ધર્મ માટે આગળ આવી અને સમાજમાં કંઈક આગળ નવું કામ કરે તે માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ સાથે અનેક સંસ્થાઓ જોડાઈ હતી સાથે સાથે શાળાઓમાં પણ આ કાર્યક્રમને લઈને અનરો ઉત્સાહ કેટલા દિવસથી જોવા મળી રહ્યો હતો.


સુરતમાં સર્જાયો અનોખો રેકોર્ડ


આ કાર્યક્રમને લઈને સુરતનું મીની સૌરાષ્ટ્ર ગણાતો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાવા સાથે જેમાં એક સાથે 3100 જેટલા વિદ્યાર્થીઓ એ 21 વખત સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. જોકે આ કાર્યક્રમના આકાશી નજારો જોતા પણ અદભુત દેખાતો હતો. સુરત શહેરમાં આ કાર્યક્રમથી એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Diamond city, Hanuman, Surat news