સુરત : શહેરમાં સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને અન્ય કોઇ નહીં પરંતુ પિતાના સગાભાઇ એટલે કે, કાકાએ છેડતી કર્યા હોવાની ઘટના સામે આવી છે. જે બાદ સગીરાને આ અંગેની જાણ પોતાની માતા અને કાકીને કરતાં તેમણે કાકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સુરતનાં ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 17 વર્ષીય કિશોરીની છેડતીનો મામલો સામે આવ્યો છે. આ કિશોરની છેડતી અન્ય કોઈએ નહીં પણ તેના સગાકાકા દ્વારા કરવામાં આવી છે. પરિવારના સભ્યો બહાર ગયા હતા. માતા અને કાકી પણ ખરીદી કરવા બહાર ગયા હતા.
ત્યારે કિશોરી ધરમાં એકલી હતી. તે સમયે ઘરમાં આવેલા કાકા દ્વારા કિશોરીની છાતી પર હાથ એવી છેડતી કરવામાં આવી હતી. કાકા દ્વારા આવી હરકત કરતાં જ સગીરા તેના ચૂંગાલમાંથી ભાગી જવામાં સફળ રહી હતી.
" isDesktop="true" id="1270446" >
જોકે, સગા કાકાએ ભત્રીજી સાથે કરેલી છેડતીના પગલે માતા અને કાકીએ તાત્કાલિક સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે જઇને કાકા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક કાકા સામે ગુનો દાખલ કરી છેડતી કરનાર કાકાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર પણ મચી જવા પામી છે.