Home /News /surat /Valsad: લગ્ન મંડપમાં ગવાતા લગ્ન ગીતો મરસિયાંમાં ફેરવાયા, કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

Valsad: લગ્ન મંડપમાં ગવાતા લગ્ન ગીતો મરસિયાંમાં ફેરવાયા, કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

ભત્રીજા પર કાકા એ કરેલા હુમલાને કારણે મંડપમાં દોડધામ મચી ગઇ હતી.

ભત્રીજા પર કાકા એ કરેલા હુમલાને કારણે મંડપમાં દોડધામ મચી ગઇ હતી. ભત્રીજા પર હુમલો કર્યા બાદ કાકો પણ નજીકમાં જ આવેલી આંબાવાડીમાં જઈ અને ગળે ફાંસો ખાઈ અને પોતે પણ આપઘાત કરી લીધો હતો. કાકાના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા (Valsad District)ના કપરાડા તાલુકાના અંભેટી ગામ (Ambheri Village)માં લગ્નના મંડપમાં ધીંગાણું સર્જાયું હતું. પુત્રીના લગ્ન (Wedding ceremony)માં વ્યસ્ત ભત્રીજાના ઉપર કાળ બનીને કાકો ત્રાટકયો હતો. અને તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યા બાદ કાકાએ પણ ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેતાં લગ્ન મંડપમાં ગવાતા લગ્ન ગીતો મરસિયાંમાં ફેરવાયા હતા. બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પરિવારમાં ચાલતો જમીનનો વિવાદ ઉગ્ર બનતા લગ્ન મંડપમાં જાન પહોંચે એ પહેલાં જ ખૂન ખરાબી થઇ અને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ઘટના અંગે કપરાડાની નાનાપોંઢા પોલીસે તપાસ હાથ ધરી છે.

    બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી  ગામમાં રહેતા નવીનભાઇ ફુલજીભાઈ પટેલ અને તેમની પત્ની સુમિત્રાબેનની પુત્રીના લગ્નનો પ્રસંગ હતો. આથી પરિવાર અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નમંડપમાં શાંતકની વિધિ ચાલી રહી હતી. અને મંડપમાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. એ વખતે જ નવીનભાઈ પટેલના કાકા પરાગભાઈ પટેલ હાથમાં ઘાતક હથિયારો સાથે લગ્ન મંડપ માં પ્રવેશ્યા અને મંડપમાં સાતકની વિધિમાં વ્યસ્ત ભત્રીજા પર કાકાએ મરચાની ભૂકી નાંખી અને ત્યારબાદ તેના પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો- Drug trafficking: અમદાવાદથી વિદેશ પાર્સલ દ્વારા ડ્રગ સપ્લાયનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે કરોડોનું ડ્રગ કબ્જે કર્યું

    ભત્રીજા પર કાકા એ કરેલા હુમલાને કારણે મંડપમાં દોડધામ મચી ગઇ હતી. ભત્રીજા પર હુમલો કર્યા બાદ કાકો પણ નજીકમાં જ આવેલી આંબાવાડીમાં જઈ અને ગળે ફાંસો ખાઈ અને પોતે પણ આપઘાત કરી લીધો હતો. કાકાના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ નાનાપોન્ઢા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરતાં ભત્રીજા પર જીવલેણ હુમલો કરનાર કાકો પણ આંબાવાડીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી તેના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો-Surat: સુરતના હજીરા વિસ્તારમાં ક્રૂર અત્યાચારનો મામલો સામે આવ્યો, બળદ ઉપર જલદ પ્રવાહી છાંટ્યું

    જોકે લગ્નમંડપમાં સાતકની વિધિ ચાલી રહી હતી અને જાન આવવાની તૈયારી હતી. અને લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. એ વખતે જ ભત્રીજા પર કાળ બનીને ત્રાટકેલા કાકાએ લગ્ન પ્રસંગે માતમમાં ફેરવાયો હતો. અને પોતે પણ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જાનનું આગમન થાય એ પહેલાં જ બનેલી ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. અને બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી.

    મળતી માહિતી મુજબ બનાવનું કારણ પરિવારમાં જમીન અંગે વિવાદ ચાલતો હતો અને જમીનનો આ  વિવાદ લગ્ન પ્રસંગમાં જ વધુ ઉગ્ર બન્યો હતો. અને કાકાએ આ કરૂણ ઘટનાને અંજામ આપી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા નાના પોન્ઢા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Valsad Crime, Valsad district, Valsad news, Valsad police, વલસાડ