સુરત: ગુલાબ વાવાઝોડાની (Cyclone Gujarat) અસર ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જે રીતે સુરતમાં (Surat) મંગળવારની મોડી સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં કહી શકાય કે, 16 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ સુરત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકી ચૂકયો છે. ત્યારે ઉકાઇ ડેમમાં (Ukai Dam) પાણીની આવકને લઈને 1,90,001 તાપી નદીમાં છોડવામાં આવતા નદી બંને કાંઠે વહેતી જોવા મળી છે. જોકે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પણ ફલડ ગેટ બંધ કરી વરસાદનું તમામ પાણી મોટર દ્વારા તાપી નદીમાં ઠાલવવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ સુરતમાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે જે પ્રકારે આગામી ત્રણથી પાંચ દિવસ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તે વચ્ચે ગઇકાલે મોડી સાંજે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી 16 કલાકમાં જ 26 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ઠેરઠેર મોડી રાત્રે પાણી ભરાયેલા દૃશ્યો સામે આવ્યા હતા. જોકે સવાર થતાં વરસાદે પોતાની ગતિ ઓછી કરવાની સાથે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
વિયર કમ કોઝવે વેની ભયજનક સપાટીની ઉપર
ત્યારે બીજી બાજુ સુરતના ઉકાઈ ડેમમાં 285001 પાણીની સતત આવકને લઈને ઉકાઇ ડેમમાંથી 190000 કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. બીજી બાજુ વિયર કમ કોઝવે વેની ભયજનક સપાટી વટાવી ચાર મીટર ઉપરથી એટલે 10 મીટરે વહી રહ્યો છે.
સુરતમાં મંગળવારે વરસ્યો હતો ધોધમાર વરસાદ
સુરતના 26 જેટલા ફલડ ગેટ બંધ
ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 70 કિલોમીટરના વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઇને સુરતના 26 જેટલા ફલડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પડી રહેલા વરસાદનું પાણી તાપી નદીમાં જાય તેવી શક્યતાઓ નથી ત્યારે પ્રજા પાસે મહાનગરપાલિકા દ્વારા વરસાદ તમામનું પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેને લઇને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાય તેની તકેદારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
" isDesktop="true" id="1137463" >
મહાનગર પાલિકાનો ત્યાંના તમામ અધિકારીઓની રજા રદ
બીજી બાજુ જે પ્રકારે આગાહી છે તેને લઈને સુરત કલેકટરનો વિભાગ હોય કે, મહાનગર પાલિકાનો ત્યાંના તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામને પોતાનું હેડ ક્વાટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકો સાથે તંત્રની ચિંતા વધી છે. પણ જે પ્રમાણે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.