બાળકોને નાનપણથી જજો નિયમિતતા શીખવવામાં આવે તો તે શાળાએ જાય ત્યાં સુધીમાં નિયમિત બાળક તરીકે ઘડતર થઈ રહે છે અને કેટલીક આદતો તેમને નાનપણથી જ આપવી ઘણી જરૂરી છે.
Mehali Tailor, Surat: સમાજમાં ગૃહિણીઓ માટે એક માનસિકતા લોકોમાં હોય છે કે ગૃહિણીઓ માત્ર ઘરમાં બેસી ઘરને જ સારી રીતે ચલાવી શકે છે અને તેને ઘરકામમાંથી જ ફુરસદ મળતી નથી પરંતુ આ માનસિકતાને અપવાદરૂપ ગણાવતા સુરતની બે મહિલા જે ગૃહિણી તો છે જ પરંતુ આજે સમાજ માટે એવી સેવા કરી રહી છે જે આવનાર સમયમાં સમાજને એક સારા માનવી બનવામાં ઘડતરરૂપ થાય. અને આ સાથે જ તેમણે એવું પણ ઉદાહરણ આપ્યું છે કે ગૃહિણી માત્ર થોડો સમય જો કોઈપણ ઘરકામ સિવાયના કાર્યને આપે તો એ પણ સમાજને મદદરૂપ થઈ શકે છે.
સ્લમ એરીયાની આંગણવાડીને તેમણે દત્તક લીધી
આ બે મહિલા એ સંબંધે નણંદ અને ભાભી થાય છે. આ નણંદ અને ભાભી મળીને સ્લમ એરીયાના બાળકો માટે સરકાર દ્વારા જે આંગણવાડી ચલાવવામાં આવે છે તેને દત્તક લઈને એક પ્રાઇવેટ નર્સરીની સુવિધાઓ આંગણવાડીમાં પૂરી પાડે છે.
આ આંગણવાડીના બાળકોને સરકાર દ્વારા જે ખોરાક આપવામાં આવે છે તે સિવાય પણ તેમને સ્વાદમાં સારું લાગે અને પોષણ યુક્ત હોય તેવો ખોરાક તેમના ઘરે જાતે બનાવીને આપી રહ્યા છે. અને એમણે જણાવ્યું હતું કે બાળકોને નાનપણથી જજો નિયમિતતા શીખવવામાં આવે તો તે શાળાએ જાય ત્યાં સુધીમાં નિયમિત બાળક તરીકે ઘડતર થઈ રહે છે અને કેટલીક આદતો તેમને નાનપણથી જ આપવી ઘણી જરૂરી છે. સ્લમ એરિયામાં રહેતા બાળકો કોને પૂરતી સુવિધા ન મળવાને કારણે તેમને કેટલીક આદતો માટે સમજણ આપવામાં આવતી નથી અને આ બાળકોમાં યોગ્ય સમજણ આવેએ માટે તદ્દન સ્લમ એરીયાની આંગણવાડીને તેમણે દત્તક લીધી છે.
ગૃહિણીઓને આવા સામાજિક કાર્ય કરવા માટે પ્રેરણા આપી
આ સિવાય બંને મહિલા હીનાબેન પટેલ એ બીજા અનેક સામાજિક કાર્યો કરી રહ્યા છે. તેઓ શિક્ષણની સાથે પર્યાવરણને પણ બચાવવા માટેના અનેક કાર્યો કરી રહ્યા છે.આ સિવાય જે બાળકો ભણવા માટે સક્ષમતો હોય છે. પરંતુ તેમને આર્થિક જરૂરિયાત હોય તેમને પણ તેઓ મદદ કરે છે. અને તેમણે બીજા અનેક ગૃહિણીઓને આવા સામાજિક કાર્ય કરવા માટે પ્રેરણા પણ આપી છે.