Home /News /surat /સુરત: પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બે મહિલાઓની મારામારીનો વીડિયો થયો વાયરલ

સુરત: પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બે મહિલાઓની મારામારીનો વીડિયો થયો વાયરલ

સુરતમાં બે મહિલાઓની મારીમારીનો વીડિયો વાયરલ થયો છે.

Surat News: પોલીસ ભવન ખાતે કોઇપણ મહિલા પોલીસ કર્મી ન હોવાને કારણે પુરુષ પોલીસ કર્મીઓ તેમને સમજાવવા સિવાય કાંઇ જ કરી શક્યા ન હતા

    સુરત: શહેરમાં ફરી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસ ભવનમાં પતિ, પત્ની ઔર વોના કિસ્સાને કારણે બે મહિલાઓ બાખડી હતી. આ મહિલાઓ એકબીજા પર આક્ષેપ કરતી હતી કે, તે બંને એક જ યુવકની પત્નીઓ છે. જોકે, પોલીસ ભવન ખાતે કોઇપણ મહિલા પોલીસ કર્મી ન હોવાને કારણે પુરુષ પોલીસ કર્મીઓ તેમને સમજાવવા સિવાય કાંઇ જ કરી શક્યા ન હતા. જોકે, આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે.

    સુરત પોલીસ કમિશનર કચેરી પ્રાંગણમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. બે મહિલાઓ છેલ્લા 24 કલાકથી પોલીસ ભવન પહોંચી હતી. બંને મહિલાઓએ એકબીજા પર પથ્થરો ફેંક્યા હતા અને બંને વચ્ચે મારામારીનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

    તો તમે પણ જુઓ પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં મારામારીનો વીડિયો.

    સુરત પોલીસ ભવનમાં મહિલાઓ જ્યારે લડી રહી હતી તે સમયે ત્યાં કોઇ મહિલા પોલીસ કર્મી હાજર ન હોવાને કારણે પોલીસ પણ કાંઇ કરી શકી ન હતી. બંને મહિલાનો આક્ષેપ હતો કે, તેમના પતિનું અન્ય મહિલા સાથે સંબંધ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Viral videos, ગુજરાત, સુરત

    विज्ञापन
    विज्ञापन