Home /News /surat /Guinness World Record: સુરતની બે સગીરાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, એકે ની-સ્ટ્રાઇક્સ તો બીજી સગીરાએ એલ્બો સ્ટ્રાઇક્સમાં રેકોર્ડ બનાવ્યો
Guinness World Record: સુરતની બે સગીરાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, એકે ની-સ્ટ્રાઇક્સ તો બીજી સગીરાએ એલ્બો સ્ટ્રાઇક્સમાં રેકોર્ડ બનાવ્યો
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારી સુરતની બે સગીરા
Guinness World Record: સુરતની બે 14 વર્ષીય સગીરાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. હીર વાસણવાલાએ ની-સ્ટ્રાઇકમાં તો ખ્યાતિ કાછેલાએ એલ્બો સ્ટ્રાઇક્સમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
સુરતઃ શહેરની બે દીકરીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શહેરનું નામ રોશન કર્યું છે. તેમાં 14 વર્ષીય હીર વાસણવાલાએ ઇન્ડિયન આર્મીની કિરણ ઇન્યાલોનો ની-સ્ટ્રાઇકનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. અને ખ્યાતિ કાછેલાએ એલ્બો સ્ટાઇસમાં પાકિસ્તાની યુવતીનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
14 વર્ષની હીરે ની-સ્ટ્રાઇક્સમાં રેકોર્ડ બનાવ્યો
સુરતની 14 વર્ષીય હીર વાસણવાલાએ 3 મિનિટમાં સિંગલ લેગ ની-સ્ટ્રાઇક્સ કરી નવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ઇન્ડિયન આર્મીની કિરણ ઉન્યાલોના નામે આ વર્લ્ડ રેકોર્ડ હતો. હીર આ રેકોર્ડ તોડનારી 263મી વ્યક્તિ બની છે. આ સાથે જ તે આ રેકોર્ડ તોડનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ પણ બની ગઈ છે.
સુરતી જ અન્ય એક સગીરા ખ્યાતિ કાછેલાએ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ 14 વર્ષીય સગીરાએ એક મિનિટમાં 300 એલ્બો સ્ટ્રાઇક્સ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં પાકિસ્તાનની ફાતિમા નસીમે એક મિનિટમાં 263 એલ્બો સ્ટ્રાઇક્સ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે સુરતની સગીરાએ તે રેકોર્ડ તોડીને દેશનું અને સુરતનું નામ રોશન કર્યુ છે. આ ઉપરાંત ખ્યાતિએ એશિયા અને ઇન્ડિયા ઓફ રેકોર્ડ પણ મેળવેલા છે.
નવસારીના યુવકે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઇન્ડિયા મિક્સડ મટિરિયલ આર્ટ્સ એસોસિએશનના ઓફિશિયલ માર્શલ આર્ટિસ્ટ એવા નવસારીના વિસ્પી બાજી કાસદે પણ રેસલિંગની કેટેગરીમાં પાકિસ્તાનના મોહમ્મદ રશીદને પડકાર આપીને તેમનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક મિનિટમાં 40 સૌથી વધુ ડબલ લેગ ટેક ડાઉન સાથે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો. આ સાથે વિસ્પી કાસદના પોતાના નામ પર હવે કુલ ગિનિસ રેકોર્ડ થઈ ગયા છે.