Home /News /surat /

સુરત: ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીનો આપઘાત; ધો-12માં નપાસ થવાના ડરે વેપારીના પુત્રનો આપઘાત

સુરત: ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીનો આપઘાત; ધો-12માં નપાસ થવાના ડરે વેપારીના પુત્રનો આપઘાત

હેતાલી, મનન (આપઘાત કરી લેનાર વિદ્યાર્થીઓ)

Surat suicide: સુરતના મગદલ્લા વિસ્તારમાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી (Suicide) લીધું છે. કોમ્પ્યુટર ડિપ્લોમા બાદ ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

    સુરત: હીરા નગરી (Diamond city Surat) તરીકે ઓળખાતા સુરત શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. આપઘાત કરનાર બંને વિદ્યાર્થીઓ છે. પ્રથમ બનાવમાં ધોરણ-12માં નાપાસ થવાના ડરે વેપારીના પુત્રએ આપઘાત (12th Student ends life) કરી લીધો છે. બીજા બનાવમાં ડિપ્લોમા બાદ ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી (Girl student ends life) લીધું છે. બંને કેસમાં પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

    ILTSની પરીક્ષામાં ઓછા બેન્ડ આવતા આપઘાત


    સુરતના મગદલ્લા વિસ્તારમાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી (Suicide) લીધું છે. કોમ્પ્યુટર ડિપ્લોમા બાદ ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. એવી માહિતી મળી છે કે વિદ્યાર્થિની કેનેડામાં અભ્યાસ માટે ILTSની પરીક્ષામાં ઓછા બેન્ડ આવ્યા બાદ હતાશ થઈ હતી. આપઘાત કરી લેનારી હેતાલીએ ડીગ્રી કરવાના વિચાર સાથે તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન તેણીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.

    માતાપિતાની ગેરહાજરીમાં કરી લીધો આપઘાત


    હેતાલીએ માતાપિતાની ગેરહાજરીમાં પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. હેતાલીએ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને આપઘાત કર્યો હતો. હેતાલીએ બપોરે માતા સાથે ફોન પર વાતચીત કરી હતી. જે બાદમાં હેતાલીએ સાંજે ફોન ન ઉપાડતા તેના પિતાએ ઘરે આવીને તપાસ કરી હતી. પિતાએ ઘરે આવીને જોયું તો દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આપઘાત પહેલા હેતાલીઓ પોતાનો મોબાઇલ ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો.

    આ પણ વાંચો:  ઘર કંકાસને પગલે પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

    ધો. 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે વેપારી પુત્રનો આપઘાત


    બીજા એક બનાવમાં સુરત શહેરના ભટાર વિસ્તાર (Bhatar area)માં રહેતા કાપડના વેપારીના પુત્રેએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આગામી 25મી તારીખે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સીબીએસઈમાં અભ્યાસ કરતા પુત્રએ રિઝલ્ટ પહેલા જ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.

    રાત્રે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો


    ભટારના ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડીયા કાપડનો વેપાર કરે છે. તેમનો પુત્ર મનન ધોરણ-12માં અભ્યાસ કરે છે. મનને તાજેતરમાં ધોરણ-12ની પરીક્ષા આપી છે. જોકે, પરિણામ પહેલા જ તેણે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો છે. મૃતકનો નાનો ભાઈ પણ તેની સાથે જ લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિવારના કહેવા પ્રમાણે મનનને એવો ડર હતો કે તેને ધોરણ-12માં ઓછા માર્ક્સ આવશે. આ જ કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, છાત્ર, પોલીસ, સુરત

    આગામી સમાચાર