Home /News /surat /સુરત: બિલ્ડરને લૂંટવા ચાર લૂંટારુઓએ ઘડ્યો ખતરનાક પ્લાન, આ જ સમયે પોલીસ ત્રાટકી અને બે ઝડપાયા

સુરત: બિલ્ડરને લૂંટવા ચાર લૂંટારુઓએ ઘડ્યો ખતરનાક પ્લાન, આ જ સમયે પોલીસ ત્રાટકી અને બે ઝડપાયા

પોલીસના હાથે ઝડપાયેલા આરોપી.

વરાછામાં જૂની બોમ્બે માર્કેટ ખાતે જઈ રહેલા બિલ્ડરને આંતરીને ચાર બદમાશો પૈકી એક યુવકે દારૂડિયાનો ઢોંગ કરી ઝપાઝપી કરી હતી.

સુરત: સુરત શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. સુરતનાં વરાછામાં જૂની બોમ્બે માર્કેટ (Old bombay market) પાસે કોન્ટ્રાક્ટર (Contractor) પાસેથી ચાર લૂંટારૂઓ મોબાઇલ ફોન (Cell phone) અને રોકડની લૂંટ (Cash loot) કરી રહ્યા હતાં. બરાબર આ જ સમયે પોલીસ (Surat police) પહોંચી જતાં બે લૂંટારૂ ઝડપાઇ ગયા હતા. જ્યારે બે ભાગવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વરાછામાં જૂની બોમ્બે માર્કેટ ખાતે જઈ રહેલા બિલ્ડરને આંતરીને ચાર બદમાશો પૈકી એક યુવકે દારૂડિયાનો ઢોંગ કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ બળજબરી કરી રોકડા રૂપિયા 1,500 અને મોબાઇલ લૂંટીને ટોળકી ભાગી જવાની ફિરાકમાં જ હતી. આ સમયે પોલીસ ત્યાં પહોંચી હતી જેથી બે લૂંટારૂ પકડાયા હતા.

અડાજણમાં અયોધ્યાનગરી રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતા મનિષ જયેશભાઇ ડોડિયા (41) બિલ્ડર છે. ગત તા. 6ના રોજ તેઓ વરાછા-જૂની બોમ્બે માર્કેટ પાસે કામાર્થે ગયા હતા. દરમિયાન માર્કેટના ગેટ નં-1 પાસેથી પસાર થતી વેળા બે એક્ટિવા તેમના તરફ ધસી આવી હતી. બંને એક્ટિવા પર સવાર ચાર યુવકો પૈકી એક યુવકે દારૂડિયા હોવાનો ઢોંગ કરી મનિષભાઈની બાઇક પર પડી ગયો હતો.

આ પણ વાંચો: સંજીવની-ટીકા જિંદગી કા: આદર પૂનાવાલાએ કહ્યુ- 'અમારી વેક્સીનમાં બૂસ્ટર ડોઝ નહીં લેવો પડે'

મનિષભાઇએ ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેના સાગરિતોએ વચ્ચે પડી મનિષભાઇના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1,500 અને રૂપિયા 5,000નો મોબાઇલ કાઢી લીધો હતો. આ મુદ્દે તેઓ વચ્ચે ઝપાઝપી ચાલતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી વરાછા પોલીસ મથકના એલઆર ચંદ્રદીપ ત્યાં પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો


પોલીસને જોઇ બે જણા ભાગી ગયા હતા, જ્યારે એક એક્ટિવાનેને મનિષભાઇએ પકડી લીધી હતી. ત્યારબાદ તે એક્ટિવા પર સવાર બંને યુવકોને પોલીસની મદદથી પકડી લેવાયા હતા. વરાછા પોલીસે પકડી પાડેલા બંને આરોપી સઇદ ઉર્ફે ચુહા નઝીરખાન પઠાણ (ઉ.વ. 22, રહે. ખ્વાજાનગર, માનદરવાજા) અને મોહમંદ અબરાર ઉર્ફે અબુ ઇબ્રાહીમ શેખ (ઉ. વ. 26, રહે. ખ્વાજાનગર, માનદરવાજા)ની ધરપકડ કરી હતી. બંને આરોપી રીઢા ગુનેગાર છે. અફઝલ ઉર્ફે નાવડી અને જલીલ શેખ મોબાઇલ અને રોકડ લૂંટી ભાગી ગયા હતા. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
First published:

Tags: Builder, Loot, Surat police, ગુનો, પોલીસ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો