Home /News /surat /સુરત: ફાયરિંગની ઘટનામાં મોટો ખુલાસો, ભંગારના વેપારીની નહીં વકીલની હત્યાનો હતો પ્લાન
સુરત: ફાયરિંગની ઘટનામાં મોટો ખુલાસો, ભંગારના વેપારીની નહીં વકીલની હત્યાનો હતો પ્લાન
સુરતમાં લૂંટફાટ, મારામારી જેવી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે.
સુરતમાં લૂંટફાટ, મારામારી જેવી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બે બાઈક સવાર આવી અને જાહેરમાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ નામના ઈસમ પર ફાયરિંગ કર્યું હતું
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં ગઈ કાલે ભંગારની દુકાન સામે જાહેરમાં બે લોકો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી. જેમાં ફિલ્મી સીન પણ સર્જાયા હતા. જેથી આરોપીઓને પકડવા જતા પોલીસની કારને પણ નુકશાન થયું હતું.
સુરતમાં લૂંટફાટ, મારામારી જેવી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બે બાઈક સવાર આવી અને જાહેરમાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ નામના ઈસમ પર ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મહત્વની વાત છે કે આ ફાયરિંગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે ફાયરિંગ જેવી ઘટના જાહેરમાં થતા જ આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા હતા. જેથી ઘટનાને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળમાં સુરતની ઉધના પોલીસ તેમજ સાથે-સાથે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી. અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડયા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ફાયરિંગ કરનારા બે લોકો સ્પોર્ટ્સ બાઈક સાથે ભીમરાડ ચેક પોસ્ટ પાસે ઉભા છે. જેથી તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી. જેવા આરોપીઓ પોલીસને જોઈ ગયા એવી તુરંત બાઈક ભગાવી હતી. અને ફિલ્મી સીન સર્જાયા હતા. જેમાં બાઈક સવાર આરોપીઓ દ્વારા પોલીસની કાર સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર મારી હતી કે પોલીસની કારના એર બેગ પણ બહાર આવી ગયા હતા. અને કારના બોનેટને ખાસ્સું એવું નુકશાન પહોંચ્યું હતું. જોકે આ ટક્કરમાં ફાયરિંગ કરનાર આરોપીઓ પણ નીચે પટકાયા હતા. જેથી તેમને પણ ઇજા થઇ હતી. ટક્કર બાદ પોલીસે ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી અને એક બાળ કિશોર આ બંનેને 2 લોડેડ પિસ્ટલ તેમજ સાત કારતુઝ સાથે ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા.
આ દરમ્યાન પોલીસે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પિસ્ટલ અને કારતુઝ ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરે એક વકીલને મારવા માટે સોપારી આપી હતી અને નવસારી ખાતે રહેતા વકીલને મારી નાખવા માટે પિસ્ટલ તેમજ કારતુઝ આપ્યા હતા. જેથી પોલીસે ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરની પણ ધરપકડ કરી હતી. સંજય તેમજ બાળ કિશોરને પિસ્ટલ આપ્યા બાદ તેમણે પોતાની અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરી નાખવાની યોજના બનાવી હતી. જેથી પોલીસે ફાયરિંગ કરનાર એક બાળ કિશોર તેમજ સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી તેમજ પિસ્ટલ આપનાર ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.