Home /News /surat /

Shocking News: માંગરોળમાં અવિશ્વસનીય ઘટના, બે પાડોશી મહિલાઓએ એકબીજાના પતિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

Shocking News: માંગરોળમાં અવિશ્વસનીય ઘટના, બે પાડોશી મહિલાઓએ એકબીજાના પતિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

Mangrol Rape : સુરતના માંગરોળમાં દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ

Mangrol News: માંગરોળમાં (Mangrol) બે મહિલાઓએ એક બીજાના પતિ પર દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાવી, મેડિકલ પરીક્ષણમાં દુષ્કર્મ (Rape Case) થયું હોવાની જુબાની આપતા હાહાકાર

    કેતન પટેલ, માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળમાં (Mangrol Surat) એક અવિશ્વસનીય પોલીસ ફરિયાદ (Police case) નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મની ક્રોસ (Cross FIR of Rape) ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. બંને મહિલાઓએ મેડિકલ પરીક્ષણ વખતે જુબાની આપી છે કે તેમની સાથે પાડોશમાં (Woman Filed Rape case on Neighbour in Magrol Surat) રહેતી મહિલાના પતિએ દુષ્કર્મ કર્યુ છે.આ દુષ્કર્મની ક્રોસ એફઆઈઆરના કારણે પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ છે.

    બનાવની વિગતો એવી છે માંગરોળ તાલુકાના એક ગામમાં 30 વર્ષની આસપાસની ઉંમરના બે યુવાન મિત્રોની પત્નીએ એકબીજા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ફરિયાદ થયા બાદ બીજી ફરિયાદ પણ દુષ્કર્મની નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

    શું બંને મહિલાઓના અનૈતિક સંબંધો હતા?

    જોકે, આ કિસ્સામાં મહિલાઓના અનૈતિક સંબંધો હતા કે કેમ તે દિશામાં પણ તપાસ થશે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ એક ફરિયાદ અનૈતિક સંબંધો ખુલ્લા પડી જતા થઈ હોવાની શક્યતા છે અને તેના પગલે બીજી ફરિયાદ પણ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હોઈ શકે છે. જોકે, સંપૂર્ણ સત્ય તો તપાસના અંતે જ બહાર આવશે.

    સંભવત: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યની પ્રથમ ફરિયાદ

    સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનાની હકિકત જે હોય તે પરંતુ આ દુષ્કર્મની ક્રોસ એફઆઈઆર આવી રીતે હજુ સુધી પ્રકાશમાં આવી નથી. આ ફરિયાદના કારણે બંને મહિલાઓને સિવિલમાં નિરીક્ષણ માટે લઈ જવામાં આવી હતી.

    આ પણ વાંચો : સુરત : CM ભૂપેન્દ્ર પટેલનો Video, રાજ્યના વધુ એક મુખ્યમંત્રીની 'અડધી પીચે બેટિંગ'

    તબીબ સમક્ષ કહ્યું, 'અમારી પર દુષ્કર્મ થયું'

    પોલીસ ધોરણસરની કાર્યવાહી કરી પીડિત મહિલાઓને સિવિલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ ગઈ હતી. આ પરીક્ષણ દરમિયાન બંને મહિલાઓએ વારાફરતી નિવેદન આપ્યું હતું કે 'અમારી પર દુષ્કર્મ થયું છે' આમ આ ફરિયાદમાં પોલીસ માટે સત્ય શોધી પુરાવા એકત્રિત કરવાનો પડકાર છે.



    આ પણ વાંચો : અમદાવાદ : 'મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મને ખાતામાંથી કાઢી મૂકવા આવું કાવતરું કર્યુ'

    અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ

    આ પ્રકારની ઘટના સમાજમાં વ્યાપી રહેલા ઘટનાક્રમનો અરીસો છે, આ પ્રકારની ઘટનાથી સામાજિક પરીપ્રેક્ષ્યમાં નજર કરવાની જરૂર છે. આ સ્થિતિમાં, પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા વગેરે જેવી વાતો પરથી આ કેસની સ્થિતિ સ્પષ્ટ થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: દક્ષિણ ગુજરાત, દુષ્કર્મ, સુરત

    આગામી સમાચાર