Home /News /surat /Surat: બે વ્યક્તિએ શરૂ કર્યું અનોખુુ સ્ટાર્ટઅપ, કંપનીઓ માટે કર્મચારીને ગિફ્ટ આપવું બન્યું વધુ સરળ

Surat: બે વ્યક્તિએ શરૂ કર્યું અનોખુુ સ્ટાર્ટઅપ, કંપનીઓ માટે કર્મચારીને ગિફ્ટ આપવું બન્યું વધુ સરળ

X
સુરતની

સુરતની એક સ્ટાર્ટઅપ કંપની ગિફટોપીડિયા. આ કંપની કર્મચારીઓને ભેટ આપવાની રીતમાં એક નવું પરિવર્તન લાવ્યા છે. ગિફટોપીડિયા દરેક કર્મચારીને આપે છે પોતાનું ગિફ્ટ જાતે પસંદ કરવાની પરવાનગી અને તે પણ જે તે કંપનીએ નક્કી કરેલા બજેટની અંદર.

સુરતની એક સ્ટાર્ટઅપ કંપની ગિફટોપીડિયા. આ કંપની કર્મચારીઓને ભેટ આપવાની રીતમાં એક નવું પરિવર્તન લાવ્યા છે. ગિફટોપીડિયા દરેક કર્મચારીને આપે છે પોતાનું ગિફ્ટ જાતે પસંદ કરવાની પરવાનગી અને તે પણ જે તે કંપનીએ નક્કી કરેલા બજેટની અંદર.

Nidhi Jani, Surat : જયારે આપણે કોઈને પણ ગિફ્ટ આપવાનું હોય છે, ત્યારે એમાં સૌથી મોટી મુશ્કેલી તો એ આવે છે કે આપણે એ વ્યક્તિને કયું ગીફ્ટ આપવું જોઈએ? અને આપણે તે વ્યક્તિને આપેલી ગિફ્ટ તેને પસંદ આવશે કે કેમ તે બધું વિચારવામાં ઘણો બધો સમય જાય છે. વ્યક્તિગત ગિફ્ટ આપું તો થોડુંક પણ સરળ હોય છે, પરંતુ કોઇ મોટી મોટી કંપની હોય તો તેને કોઈપણ તહેવાર કે દિવાળીના સમયમાં પોતાના હજારો કર્મચારીઓને જ્યારે ગિફ્ટ આપવાનું હોય છે ત્યારે તેમને કયું ગિફ્ટ આપવું એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

કારણ કે એક વ્યક્તિને જે ગિફ્ટ કામ લાગી શકે અથવા પસંદ આવી શકે તે બીજી વ્યક્તિને પણ પસંદ આવે જ તે જરૂરી નથી. આજે દરેક વ્યક્તિને ગમતું ગિફ્ટ મળે તે વિચારવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ મુશ્કેલીનો હલ લઈને આવી છે સુરતની એક સ્ટાર્ટઅપ કંપની ગિફટોપીડિયા. આ કંપની કર્મચારીઓને ભેટ આપવાની રીતમાં એક નવું પરિવર્તન લાવ્યા છે. ગિફટોપીડિયા દરેક કર્મચારીને આપે છે પોતાનું ગિફ્ટ જાતે પસંદ કરવાની પરવાનગી અને તે પણ જે તે કંપનીએ નક્કી કરેલા બજેટની અંદર.

મીડિયા કંપનીના સ્થાપક અમિત ટાંક અને ધવલ ગાંધી ગિફ્ટ આપવાની રીતમાં પરિવર્તન લાવી લોકોને મનગમતા ગિફ્ટ મળી શકે તેની સાથે જ આપણે પૃથ્વી પર વધારાનો કચરો ભેગો ન થાય કે કોઈપણ અણગમતી વસ્તુઓ ઉત્પન્ન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. ગિફટોપીડિયા કંપની તેની વેબસાઈટ પર જે તે કંપનીનો એક પોતાનો અલગ સ્ટોર ઊભો કરે છે.

હવે આ સ્ટોર ઉપરથી કર્મચારી પોતાના કંપનીએ આપેલા પાસવર્ડથી લોગીન કરશે, ત્યારબાદ તેને જેટલા પોઇન્ટ આપવામાં આવ્યા છે એટલે ફોનની અંદર જે ગિફ્ટ સ્ટોર પર ઉપલબ્ધ છે તેને પસંદ કરીને ગિફ્ટ કન્ફર્મ કરશે. માત્ર ત્રણ સરળ સ્ટેપની અંદર અને અને કર્મચારી બંનેનું કામ થઈ જાય છે. કર્મચારીઓ જ્યારે પોતાનું મનપસંદ ગિફ્ટ નક્કી કરે છે ત્યારે તેને 100% વપરાશ કરશે અને તે પૃથ્વી ઉપર વધારાનો કોઇ પણ કાર્બન કચરો ભેગો નહીં કરે તેની ખાતરી થાય છે. આ કંપનીની વેબસાઈટ પર માત્ર ઇકોફ્રેન્ડલી ગિફ્ટ નહિ પરંતુ બીજા ગિફ્ટ પણ ઉપલબ્ધ છે.

કોઈ પણ નવો ઇનોવેટિવ સ્ટાર્ટઅપ શરૂ કરો ત્યારે નાની-મોટી ઘણી સમસ્યાઓ તમારી સામે આવીને ઊભી રહી જાય છે, ગિફટોપીડિયા પણ તેમની કંપની સામે આવતી સમસ્યાઓને પાર કરીને ભવિષ્યમાં કોર્પોરેટ ગિફટિંગ કરતા પણ વધુ આગળ જવા માંગે છે.
First published:

Tags: Gift, Start up, સુરત