કોરોના મહામારી ને લઇને (Coronavirus) આર્થિક રીતે તૂટી ગયેલા અને બેકારીનો (jobless) સામનો કરી રહેલા યુવાનો આપઘાત કરી રહ્યા છે ત્યારે આવી આપઘાત ની બે ઘટના સામે આવી છે. જેમાં પહેલા બનાવમાં સુરતના છેવાડે આવેલ સચીનના જમસેદનગરમાં રહેતો 28 વર્ષીય મુકેશ કૌશલ મૌર્યાએ ગતરોજ સાંજે ઘરમાં છતમાં પંખા સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ (suicide) હતુ. બંને બનાવોમાં આર્થિક સંકાડમણ અને બેરોજગારી મુખ્ય કારણ તરીકે ઉપસી આવ્યું છે. વાયરસના કારણે સર્જાયેલી આર્થિક તંગીએ અનેક લોકોની નોકરીઓનો ભોગ લીધો છે જેના કારણે હવે કેટલાક પીડિતો અંતિમ પગલું પણ ભરી રહ્યા છે.
મુકેશ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુત જીલ્લાના અગરતલાનો વતની હતો.તેને બે સંતાન છે.તે પરિવાનુ ગુજરાન ચલાવવા કડીયા કામ કરતો હતો.જયારે તેની પત્ની મજુરી કામ કરે છે. બનાવના દિવસે પત્ની ઘરે આવી ત્યારે તે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મુકેશને નાણાકીય તકલીફ પડતી હતી. તેને વતન જવાની ઇચ્છા હતી.પણ પૈસા નહી હોવાથી વતન જઇ શકતો ન હતો. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે.આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ ના સુરતના અમરોલી વિસ્તારના નવા કોસાડ રોડ પર હરીદર્શન સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઇ માછીએ આમ તો ગ્રાફિકનું કામ કરતો હતો અને પરિવાર ને આર્થિક રીતે મદદ કરતો હતો જોકે કોરોના મહામારીમાં છેલ્લા લાંબા સમયથી બેકાર હતો.
જોકે આ દરમિયાન મેહુલની છેલ્લા ત્રણ-ચાર માસથી સગાઇની વાતચિત ચાલતી હતી. પણ બેકાર હોવાને લઈને તેની સગાઈ થતી નહિં હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી સતત માનસિક તન અનુભવતો હતો.
જેને લઈને નાસી પાત થઈને ગતરોજ સાંજે પોતાના ઘરમાં પતરાના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જોકે પરિવાર ને આ ઘટના ની જાણકારી મળત તેઓ આ મામેલ અમરોલી પોલીસ મથકે દોડી જેણે ફરિયાદ પિતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ ટિપ્સ શરુ કરી છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર