Home /News /surat /સુરતઃ બે યુવકો ઉપર ચપ્પા વડે હુમલો કરનાર બે મિત્રો ઝડપાયા, એકનું મોત કેમ કર્યો હતો હુમલો?
સુરતઃ બે યુવકો ઉપર ચપ્પા વડે હુમલો કરનાર બે મિત્રો ઝડપાયા, એકનું મોત કેમ કર્યો હતો હુમલો?
પકડાયેલા આરોપીઓની તસવીર
surat crime news: સુરતના ડિંડોલીના જલારામ નગરમાં (dindoli jalaramnagar) સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો (two boy knife attake) કરી ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત (one died) નીપજ્યું હતું.
સુરતઃ સુરત શહેરના (surat) ડિંડોલીના (dindoli) જલારામ નગરમાં સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો કરી (knife attack) ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મરનાર સુજીત ઉર્ફે સોનુ છપરી અને હત્યારો અમને પાજી નામનો યુવાન જેલવાસ દરમિયાન પરિચયમાં આવ્યા હતા. જોકે સુજીતની હત્યા પાછળનું કોઈ કારણ નહીં મળતા પોલીસે હત્યારા બન્ને મિત્રોને (police arrested murder accused) શોધી કાઠ્યા છે.
સુરતના ડિંડોલીના જલારામ નગરમાં સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ હુમલામાં મિત્ર સુજીતને બચાવવા જતા ગણેશ નામનો યુવાન પણ ઘવાયો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પુરી ઘટના માં ગત 15મીની રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ગણેશ રાજેન્દ્ર કુમાવત ઉ.વ 25 સોસાયટીના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં મિત્ર સુજીત ઉર્ફે સોનુ સાથે વાતચીત કરતા હતા.
તે દરમિયાન થોડે દૂર બેસેલા ગુરુપ્રિનસિંગ ઉર્ફે અમન પાજી અને સાહિલ પ્રદિપ બોકડે તેઓ પાસે આવ્યા હતા. અમન પા અને સુજીત ઉર્ફે સોનુ બન્ને અગાઉ જેલમાં હતા તે સમયથી મિત્ર હતા.અચાનક બન્ને વચ્ચે અચાનક કોઇક વાત પર બોલાચાલી થતાં અમન પાજીએ ચપ્પુ કાઢી સુજીત ઉર્ફે સોનુના પેટના ભાગે ઘુસાડી દીધું હતું.
સુજીત લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. તેના પેટ ઉપર, ગળા ઉપર તથા શરીરના અન્ય ભાગો ઉપર ચપ્પુના ઘા મરાયા હતા. કમરના ડાબી તરફના ભાગે તુટેલી હાલતમાં ચપ્પુ ફસાયેલું હતું. મિત્ર ગણેશના હાથમાંથી પુષ્કળ લોહી વહેતું હતું.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા સુજીતને મૃત જાહેર કરાયો હતો અને ઇજાગ્રસ્ત ગણેશને ગંભીર હાલતમાં 108માં સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા.
જયાંથી ગણેશ ને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાંથી ગણેશને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ડીંડોલી પોલીસ સુજીત હત્યા કેસમાં હુમલાખોરો ને શોધી કાઠયા અને હત્યા નું કારણ જાણવા નો પ્રયાસ કરી રહી છે.જેમાં અંદરો અંદર ની બાબલ માં હત્યા કરી એટલે ગેંગ વોર માં હત્યા કરી છે.