Home /News /surat /Fake Doctor: માતાના ગર્ભમાં જ બાળકીઓની હત્યાની માહિતીથી તંત્રએ તપાસ હાથ ધરી, ડીગ્રી વગરની બે મહિલા તબીબોનો પર્દાફાશ

Fake Doctor: માતાના ગર્ભમાં જ બાળકીઓની હત્યાની માહિતીથી તંત્રએ તપાસ હાથ ધરી, ડીગ્રી વગરની બે મહિલા તબીબોનો પર્દાફાશ

ગંભીર ઘટનાની માહિતી મળતા પાલિકાએ હોસ્પિટલમાં  દરોડા પાડીને હાજર બે તબીબોની અટકાયત કરીને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની ફરિયાદ SMC ને મળતા ની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા  પાડ્યા હતા

સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન જોરશોરથી ચલાવી રહી છે પરંતુ બીજી તરફ સુરત (Surat news)ની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની Fetal testing ફરિયાદ SMC ને મળતાની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને બે મહિલા (Fake Female Doctor) તબીબોને દબોચી પોલીસના હવાલે કર્યા હતા. ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જલારામ ક્લિનિક, લવલી ક્લિનિકમાં ગર્ભપરિક્ષણ થતું હોવાની ફિરયાદો ઉઠી હતી ત્યારે પાલિકા દ્વારા મોડે મોડે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતાની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું,લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરીને ફેંકવા માટે અલગ અલગ રેટ્સ રાખવામાં આવ્યા હતા. એવી માહિતી પણ મળી હતી કે એક હોસ્પિટલમાં એક ટીમ પણ કામ કરે છે, જે પુત્રીઓને ના રાખવા માંગતા ભાવિ માતા-પિતાનો સંપર્ક કરીને સોદો કરે છે. ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે.

આ પણ વાંચો- 50 વર્ષ જૂનો આસામ-મેઘાલય સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહે ભજવી મહત્વની ભૂમિકા

આ કામગીરીમાં સંપૂર્ણપણે ગોપનીયતા રખાય છે, આવી હકીકત સુરત મનપાની મળતા મોડે મોડે જાગેલી પાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા. મનપાની ટીમને બાતમી મળી જતા હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સોનોગ્રાફી મશીન તો મળ્યું ન હતું. જોકે અપ્રમાણિત તબીબની સર્ટી હોવાથી બે મહિલા તબીબોને ડિટેઇન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર પણ અત્યાર સુધી જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું આ કિસ્સા પરથી લાગી રહ્યું છે ત્યારે આવી રીતેનું કૃત્ય કેટલા સમયથી ચાલતું હશે. તેનો તો કોઈ અંદાજો કરી શકાય નહીં. આ રીતે ગુનામાં સંડોવાયેલ તમામ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેબપોર્ટલ વ્યવસ્થા થકી દર્દીઓને તમામ સારવાર બેડ પર જ મળી રહેશે

બન્ને મહિલા તબીબની પોલીસે અટકાયત કરી

ગંભીર ઘટનાની માહિતી મળતા પાલિકાએ હોસ્પિટલમાં  દરોડા પાડીને હાજર બે તબીબોની અટકાયત કરીને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોહોચ્યો છે. જ્યાં મનપા અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા આગળની વધુ તપાસ બંને મહિલા તબીબોને સાથે રાખી કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Fake doctor, Pandesara, Surat crime Surat News, Surat news, Surat police