સુરતમાં બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા, મોટાભાઈને બચાવવા જતા નાનોભાઈ પણ ડૂબ્યો; શોધખોળ ચાલુ
સુરતમાં બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા, મોટાભાઈને બચાવવા જતા નાનોભાઈ પણ ડૂબ્યો; શોધખોળ ચાલુ
કેનાલમાં ડૂબેલા બંને ભાઈએ.
Brother drown in Canal: મળતી માહિતી પ્રમાણે મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગલ લપસી ગયો હતો. જે બાદમાં તે પાણીમાં તણાયો હતો.
સુરત: સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ (Mahuvej Village) ખાતે કેનાલમાં બે સગાભાઈ ડૂબી ગયાનો બનાવ બન્યો છે. હાલ ફાયર બ્રિગેડે (Fire brigade) કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ આદરી છે. તો મહેસાણાના કડીના વેકરા ગામ (Vekra village) ખાતે કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. માંગરોળના કેસમાં પાણીમાં ડૂબેલા બંને ભાઈઓની શોધખોળ આદરવામાં આવી છે. બનાવ બાદ કોસંબા પોલીસ (Kosamba Police) પણ ઘટના સ્થળે દડી ગઈ હતી. બંને કેસમાં પોલીસે તપાસ આદરી છે.
બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા
સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગલ લપસી ગયો હતો. જે બાદમાં તે પાણીમાં તણાયો હતો. મોટાભાઈને ડૂબતો જોઈને નાનોભાઈ પણ પાણીમાં કૂદ્યો હતો.
આ બનાવ માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલ ખાતે બન્યો હતો. બંને ભાઈઓ પાણીમાં તણાયા હોવાની જાણ થયા બાદ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બંને ભાઈઓના નામ આકાશ અને વિકાસ અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ આદરી છે. બીજી તરફ બે સગાભાઈએ પાણીમાં ડૂબ્યાનું જાણીને ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પરિવાર પણ બનાવ વિશે સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો.
બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામ ખાતે આવેલી કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. અજાણ્યા યુવકની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થયા બાદ બાવલું પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.