કિર્તેશ પટેલ, સુરત: સુરત સરથાણાની દુર્ઘટના બાદ સુરતમાં 55 મીટર સુધી જઇ શકે તેવી ટર્ન ટેબલ લેડર રવિવારે આવી ગયું. આ ટર્ન ટેબલ લેડર એક અઠવાડિયા પહેલાંથી મુંબઇ પોર્ટ પર પડી રહ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા બાદ આ લેડર 1 જૂન સુધી સુરત લાવવાનું હતું. પરંતુ ઘટનાને પગલે તેને તાત્કાલિક સુરત લાવવામાં આવ્યું હતું.
સુરત મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા 55 મીટરનું ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર જર્મનીને એક વર્ષ પહેલાં આપવામાં આવ્યો હતો. જે એક અઠવાડિયા પહેલાં મુંબઇ પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ લેડર કાયદાકીય પ્રક્રિયા બાદ 1 જૂને આવવાનું હતું. જેને તાત્કાલિક સુરત લાવવામાં આવ્યું છે.
સુરત મ્યુનિએ રેસ્કયુ માટે મંગાવેલ આ ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર જર્મન કંપની માગીરસને નવેમ્બર-2017માં આપવામાં આવ્યો હતો. માર્ચ 2019માં આ સાધનની ચકાસણી કર્યા બાદ સુરત રવાના કરવામાં આવ્યું હતું. જેની કિંમત 8 કરોડ રૂપિયા છે.
આ ટર્ન ટેબલ લેડર સાથે રેસ્ક્યુ લિફ્ટ પણ છે. આ સીડીને જરૂરિયાત પ્રમાણે 360 ડિગ્રી ફેરવી શકાય છે. આ ટર્ન ટેબલ લેડર 55 મીટર ઉંચાઇ સુધી જઇ બચાવ કામગીરી કરી શકે છે. જોકે, આ સાધન તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત આવ્યું છે.