Home /News /surat /

સુરતમાં ફિલ્મી ઢબે અપહરણની ઘટના, ટ્રકનો માલિક ડ્રાઇવરને કારની ડિકીમાં નાખીને લઈ ગયો, જુઓ લાઇવ વીડિયો

સુરતમાં ફિલ્મી ઢબે અપહરણની ઘટના, ટ્રકનો માલિક ડ્રાઇવરને કારની ડિકીમાં નાખીને લઈ ગયો, જુઓ લાઇવ વીડિયો

સુરતમાં ધોળા દિવસે અપહરણ

Truck driver kidnapping: વિજય નાગેશ્રી નામના ટ્રક ડ્રાઇવરનું તેના માલિકને જ કારમાં અપહરણ કર્યું હતું. એવી માહિતી સામે આવી છે કે માલિકે પગાર ન આપતા ડ્રાઇવરે ટ્રક ઊભી રાખી દીધો હતો.

  સુરત: ઉત્તર પ્રદેશ, બિહાર કે પછી ફિલ્મોમાં જોવા મળે તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા છે. અહીં એક ટ્રક ડ્રાઇવરનું ધોળા દિવસે અપહરણ (Truck driver kidnapping) થયું હોવાનો બનાવ બન્યો છે. અપહરણ કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ ટ્રકના માલિકે (Owner kidnapped truck driver) જ કર્યું હતું. ટ્રક ડ્રાઇવરના અપહરણનો વીડિયો (Truck driver kidnapping video) હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ બનાવ રાજપીપળા હાઇ-વે (Rajpipla highway) પર બન્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે વિજય નાગેશ્રી (Vijay Nageshri) નામના ટ્રક ડ્રાઇવરનું તેના માલિકને જ કારમાં અપહરણ કર્યું હતું. એવી માહિતી સામે આવી છે કે માલિકે પગાર ન આપતા ડ્રાઇવરે ટ્રક ઊભો રાખી દીધો હતો. જે બાદમાં માલિક ગુસ્સે ભરાયો હતો અને ડ્રાઇવરને માર માર્યો હતો. માર માર્યા બાદ માલિકે ડ્રાઇવરનું અપહરણ કરી લીધું હતું.

  ડ્રાઇવરે પગાર ન મળતા ટ્રક થોભાવી દીધી હતી


  આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે માલિકે ડ્રાઇવરને પાંચથી છ મહિનાનો પગાર ચૂકવ્યો ન હતો. ટ્રક ડ્રાઇવર રાજપીપળાના બોધેલીથી રેતી ભરેલી ટ્રક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે પગાર ન મળતા ટ્રક ઊભો રાખી દીધો હતો. જે બાદમાં માલિક કાર લઈને સુરતથી નીકળ્યો હતો અને ડ્રાઇવરને માર મારીને તેને ડિકીમાં નાખીને લઈ ગયો હતો. આ અંગે જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ડ્રાઇવરને માર મારી રહ્યા છે. જે બાદમાં ડ્રાઇવરને બળજબરીથી કારની ડિકીમાં નાખી દેવામાં આવે છે. બાદમાં કારની ડિકી બંધ કરી દેવામાં આવે છે.


  ગુજરાતના અન્ય અપડેટ્સ:


  પ્રેમીના પામવા માટે માતાએ 13 વર્ષની દીકરીને માર્યાં છરીના 20 ઘા

  સંસ્કાર નગરી વડોદરાના એક બનાવની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં એક 39 વર્ષીય માતાએ તેની દીકરીને ઉપરાછાપરી છરીના 20 ઘા ઝીંકી દીધા (Mother stabbed daughter) છે. મંગળવારે આ બનાવ બન્યો છે. મહિલાની સગીર દીકરી ધોરણ-8માં અભ્યાસ કરી છે. હાલ તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવી છે. હુમલા પાછળનું કારણ મહિલાને તેનો પ્રેમ (Love) ગુમાવવાનો ડર હતો! મહિલાને આશંકા હતી કે તેના પ્રેમી જોડે તેની દીકરીને પ્રેમ સંબંધ બંધાયો છે. આથી ગુસ્સામાં આવીને મહિલાએ તેની જ દીકરીને છરીના 20 ઘા ઝીંકી દીધા હતા. મહિલાને જે યુવક સાથે પ્રેમ થયો છે તે હાલ દુબઈ (Dubai)માં હોવાની ચર્ચા છે. આ ઉપરાંત તે તેનાથી 10 વર્ષ નાનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આરોપી મહિલા મોડેલિંગનું કામ કરે છે તેમજ વેબ સિરિઝમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોવાની પણ વિગત મળી રહી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

  24 કલાકમાં ખંભાળિયા અને કાલાવડમાં પડ્યો સૌથી વધારે વરસાદ

  હવામાન વિભાગ (Gujarat meteorological department)ના કહેવા પ્રમાણે મંગળવાર સુધી સુરત સુધી ચોમાસું (Gujarat Monsoon 2022) પહોંચી ગયું છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા-છવાયા સામાન્ય વરસાદની આગાહી (Gujarat rain forecast) કરવામાં આવી છે. બુધવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ત્રણ તાલુકામાં એક ઇંચ કે તેનાથી વધારે વરસાદ (Gujarat rainfall) પડ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર