Home /News /surat /સુરતઃ ટ્રક ચાલકે ત્રણને કચડી માર્યાં, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતઃ ટ્રક ચાલકે ત્રણને કચડી માર્યાં, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

તસવીરમાં બાઇક અને ટ્રક નજરે પડી રહ્યો છે

સુરતમાં સરથાણા સીમાડા નાકા પાસે બુધવારે એક ટ્રકચાલકે મોટર સાઇકલ સવાર ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.

બુધવારે બપોરના સમયે બાળકના એડમિશન માટે સ્કૂલે જઈ રહેલા ત્રણ લોકોને ટ્રકે કચડી નાખ્યા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે સરથાણા યોગચોક ખાતે રહેલા લાલજીભાઈ રાદડિયા તેના ભત્રીજા વિજય રાદડિયાના પુત્ર મંત્રનું સ્કૂલમાં એડમિશન કરાવવા માટે તેમના ભત્રીજા વહુ હેતલબેન સાથે જઈ રહ્યા હતા. તમામ લોકો એડમિશન માટે મારૂતિધામ ખાતે આવેલી એબીસી સ્કૂલ જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન ત્રણેય લોકો મોટર સાઇકલ પર બાપા સિતારામ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે તેમને એક ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેતલબેન અને તેના પુત્ર મંત્રને ટ્રક ચાલકે કચડી માર્યા હતા. જ્યારે લાલજીભાઈ ટ્રકની ટક્કરથી ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેયનાં મોત થયા હતા.

સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે?

અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટ્રક ચાલક રસ્તા પર પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે. એ જ સમયે સામેથી બાઇક ચાલક વણાંક લે છે. આ સમયે ટ્રક ચાલકે બ્રેક મારવાને બદલે ટ્રક હંકારી રાખી હતી. જેના કારણે અકસ્માત થયો હતો.

ડ્રાઇવરની ધોલાઇ

અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે, લોકોએ તેને નજીકની સોસાયટીમાંથી શોધી કાઢ્યો હતો અને બરાબરની ધોલાઇ કરી હતી.
First published:

Tags: Truck Driver, અકસ્માત, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો