સુરત : ટીઆરબીના જવાનોનો જાહેરમાં બર્થ ડે કેક કાપી સેલિબ્રેશન કરતો વીડિયો વાઈરલ થયો હતો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સેલિબ્રેશન ટાળવાની અપીલ અને પોલીસ કમિશ્નરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની ઐસીતૈસી કરતા ટીઆરબી જવાનોના વીડિયોથી સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થયો હતો. જોકે વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક મહિલા સહિત 9 TRB જવાનોને છુટા કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. પૂણા, મોટા વરાછા અને સરથાણા વિસ્તારના હાઇરિસ્ક જાહેર કરાયા છે. કોરાના વધતા કેસ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે સવારે નવ વાગ્યે ઓડીયો મેસેજ પાસ કરવાની ફરજ પડી હતી.
તેમણે અહીંના રહીશોને ઘરમાં રહેવાનું અને સોશિયલ ડિન્સ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરી ઘરમાં પણ બર્થ ડે સહિતના સેલિબ્રેશનથી દૂર રહેવા વિનંતી કરી હતી. ત્યારેઆ બધા વચ્ચે સીતાનગર બ્રિજ નીચે ૧૦ કરતાં વધુ ટીઆરબીના જવાનો જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરતો વિડીયો વાયરલ થયો છે.
આ જવાનોને અહીં લોકો પાસે નિયમ પાલન કરાવવા માટે મૂક્યા હતા, પરંતુ તેઓ જ કાયદાના ધજાગરા ઉડાડતાં જોવા મળ્યા હતા. જાહેરમાં સેલિબ્રેશન માટે ભેગા થવા ઉપર ગુનો બને છે.
પોલીસ કમિશ્નરનું પણ પોતાનું અલગથી જાહેરમાં બર્થ ડે મનાવવા ઉપર જાહેરનામું છે, પરંતુ છતાં પણ આ ટીઆરબીના જવાનો જાહેરમાં ઉજાણી કરતાં જોવા મળ્યા હતા. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે આ તમામને નોકરીમાં છૂટા કરી દીધા હોવાની વાત જાણવા મળી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર