Home /News /surat /Surat: ટ્રાફિકનું પાલન કરતાં લોકોનું કરાયું સન્માન, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરાઇ

Surat: ટ્રાફિકનું પાલન કરતાં લોકોનું કરાયું સન્માન, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરાઇ

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ 

પોલીસની હાજરીમાં શહેરીજનો જેઓ સીટ બેલ્ટ પહેરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમને અભિવાદન કરવામાં આવ્યું હતું જેથી તેમને પોત્સાહન મળતું રહે અને નિયમોનું પાલન કરાવવા માટે તેઓ બીજામાં પણ જાગૃતિ લાવે.

    Nidhi Jani, Surat : સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનોખી રીતે ગાંધી જયંતિ ઉજવવામાં આવી હતી. ગાંધીજી એ તેમના જીવનમાં ઘણા બધા ઉપદેશો આપ્યા છે તેમાં તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ દરેક વ્યક્તિ જોઈ શકતું હતું. દેશપ્રેમ એ નિયમોના પાલન કરવાથી પણ દર્શાવી શકાય તે પણ બાપુના જ ઉપદેશ છે તેના કારણે લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા શહેરમાં એક કાર્યક્રમ યોજાયો હતો.

    ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સુરતમાં ડુમસ રોડ સ્થિત ઓએનજીસી બ્રિજ સર્કલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક સેકટર ૧) ઉષા રાડા અને મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક રિજિયોન ૪) એ. એમ. પરમાર હાજરી આપી હતી.

    ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં કેટલીક વખતે કારમાં સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે કારચાલકનું મોત થયું હોવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. જ્યારે પાછળની સીટ પર બેસેલી વ્યકિતને પણ ગંભીર ઇજા પહોંચતી હોવાના બનાવો બનતા હોય છે. ત્યારે સુરતના શહેરીજનો કારમાં બેસે ત્યારે સીટ બેલ્ટ પહેરીને અકસ્માતમાં થતી ઇજાથી બચી શકે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક અવેરનેસ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓની હાજરીની વચ્ચે કારમાં સવાર લોકોને સીટ બેલ્ટ પહેરવા માટે સમજાવવામાં આવ્યું હતું. અને જે લોકોએ સીટ બેલ્ટ પહેરેલા હશે તેઓને ગુલાબનું ફુલ અને સર્ટિફિકેટ આપી તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

    ચેમ્બર ઓફ કોમર્સની કમિટી અને ટ્રાફિક પોલીસની હાજરીમાં શહેરીજનો જેઓ સીટ બેલ્ટ પહેરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમને અભિવાદન કરવામાં આવ્યું હતું જેથી તેમને પોત્સાહન મળતું રહે અને નિયમોનું પાલન કરાવવા માટે તેઓ બીજામાં પણ જાગૃતિ લાવે.
    First published:

    Tags: સુરત

    विज्ञापन
    विज्ञापन