Home /News /surat /

Road Accident: ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અકસ્માતોની ઘટનામાં 7 લોકોના મોત

Road Accident: ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અકસ્માતોની ઘટનામાં 7 લોકોના મોત

સુરતના મહુવા બારડોલી રોડ પર ટેમ્પો અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

સુરતના મહુવા બારડોલી રોડ પર ટેમ્પો અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યાં જ અન્ય બાઈક પર સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે.

  ગુજરાત (Gujarat) માટે આજે સોમવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં આજે જુદા-જુદા અકસ્માતો (Accident)માં એક એક વૃદ્ધ સહિત કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Gujarat Rainfall) સાથે વીજળીઓ પડી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં અકસ્માતો (Road Accident)ની પણ વણઝાર જોવા મળી રહી છે. આજે અમદાવાદ (Ahmedabad Road Accident)માં એસ.જી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું છે.

  સુરતના મહુવા બારડોલી રોડ પર ટેમ્પો અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યાં જ અન્ય બાઈક પર સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે. અમકસ્માતની આ ઘટનાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત વરસાદ સમયે થયો હતો. જેમા ટેમ્પો અને બે બાઇક ધડાકાભેર અથડાયા હતા. જોકે અકસ્માતની જાણ થતા જ 108 મારફતે ઇજાગ્રસ્તોમે મહુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરનાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતક જયભારત ભાઈ દેસાઈ અને નટવરસિંહ દેસાઈ કોષ ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે.

  ત્રીજો અકસ્માત લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં પણ એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ત્યાં જ એક વ્યક્તિ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માત લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકાભેર અથડાવી હતી. અકસ્માત સર્જાતા બસ બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી અને બસમાં પંચર પડતા મુસાફરો બાહાર નીકળી દૂર ઉભા હતા જેથી સદનશીબે મોટી જાનહાની ટળી હતી.

  આ પણ વાંચો- અમદાવાદમાં જાહેર બગીચામાં હુક્કાબારનું દુષણ, ઈસનપુરનો વીડિયો વાયરલ

  ચોથા અકસ્માતમાં અરવલ્લીમાં ધનસુરાના ખેડા પાસે અજાણ્યા વાહને રાહદારીને કચડ્યો હતો જેમા આધેડ પુરુષનું મોત નિપજ્યું હતું. ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.

  પાંચમો અકસ્માત મહીસાગરમાં વીજ પોલને અડકતા બાળકીને કરંટ લાગ્યો હતો. આ ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુરની ઘટના છે. રાણાવાસમાં ઘર આંગણે રમતી બાળકીને કરંટ લાગ્યો હતો. જોકે પરિજનોએ અને સ્થાનિકોએ લાકડી વડે બાળકીને અલગ કરી હતી. બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ છે. જોકે સદ્દનસીબે બાળકીનો જીવ બચી ગયો હતો.

  આ પણ વાંચો- વીજપોલને અડતા બાળકીને લાગ્યો કરંટ, સ્થાનિકોની સતર્કતાથી બચ્યો જીવ

  છઠ્ઠી ઘટના ખેડા જિલ્લામાં બની હતી જેમા ગઈકાલે મોડી સાંજે સમગ્ર ખેડા જિલ્લામાં ફુલ જોશમાં પવન ફૂંકાયો હતો. આ દરમિયાન નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જેઓ પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થયો હતો. જેમા જવાનસિંહ પરમાર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ વહીવટીતંત્રમાંથી એક ટીમે ગામની સાથે-સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Accident News, Gujarati news, Road accident, અમદાવાદ અકસ્માત, કાર અકસ્માત, ટ્રક અકસ્માત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन