Home /News /surat /આઠ વાહનો સાથે ત્રણ રીઢા ચોર ઝડપાયા, સુરત પોલીસે હાથ ધરી કાર્યવાહી
આઠ વાહનો સાથે ત્રણ રીઢા ચોર ઝડપાયા, સુરત પોલીસે હાથ ધરી કાર્યવાહી
પોલીસે હાથ ધરી કાર્યવાહી
Surat Police Action: સુરત શહેરમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે ત્યારે ઘોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે રીઠાદ ચોર સાથે એક ગેરેજ વાળાને પણ ઘોડાદ્રા પોલીસે ઝડપી તેમની પાસેથી આઠ વાહનો અને એક રીક્ષા કબજે કરી છે.
સુરત: સુરત શહેરમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે ત્યારે ઘોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે રીઢા ચોર સાથે એક ગેરેજ વાળાને પણ ઘોડાદ્રા પોલીસે ઝડપી તેમની પાસેથી આઠ વાહનો અને એક રીક્ષા કબજે કરી છે. સુરત શહેરના ઘોડાદ્રા વિસ્તારમાં પોલીસ કર્મીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને નંબર પ્લેટ વગરની વાહન ચેક કરતા તે વાહન ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું જેથી તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ અન્ય કેટલાક ચોરી અને અંજામ આપ્યો હતો તેઓએ કબુલ્યું હતું.
આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
જ્યારે તેમની વધુ સઘન પૂછપરછ કરતા શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના વણઉકેલાયેલા વેદો ઘોડદ્રા પોલીસે ઉકેલી પાડ્યા હતા. ઘોડાદ્રા પોલીસે બંને આરોપીઓ પાસેથી આઠ વાહન જેમાં ચાર ટુ-વ્હીલર અને ચાર મોપેડ સાથે આ રીઢા ચોરો જે રિક્ષામાં રેખી કરી વાહન જોડતા હતા તે રીક્ષાને પણ કબજે કરી લેવામાં આવી હતી. આ બંને ચોરો આ ગાડીઓ કોને આપતા હતા તે બાબતે પૂછતા તેમને ગેરેજવાળા ગેરેજવાળા સાથે મળી આ સમગ્ર ઘટનાને અંજામ આપતા હતા.
ઘોડાદ્રા પોલીસની ટીમે ગેરેજવાળાને પણ ઝડપી પાડ્યો હતો ત્યારે આ રીઢા ગુનેગારોએ લિંબાયત ગોડાદરા પુણા અને સલામત પુરા વિસ્તારમાંથી આઠ ગાડીઓ ચોરી હતી જેમાં આ સમગ્ર પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલ કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે આ ચોરોની અટકાયત કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે.અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાગતા ફરતા આરોપીને પકડવા બાબતે એક ડ્રાઈવનું આયોજન કર્યું છે. ત્યારે નાસતા ફરતાં સ્કોડના પોલીસના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસ ઓવર બ્રિજ નજીક વોચ રાખીને આરોપી રામસુરત યાદવની ધરપકડ કરી છે.