Home /News /surat /Surat Crime: મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતા ત્રણ ચોર ઝડપાયા, કબૂલ કર્યા આટલા ગુના
Surat Crime: મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતા ત્રણ ચોર ઝડપાયા, કબૂલ કર્યા આટલા ગુના
આરોપી પકડાતા કાપોદ્રા પોલીસ મથકનો એક ગુનો પુણા પોલીસ મથકના બાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
કાપોદ્રા પોલીસે આ ત્રણેય આરોપીને પકડી પાડતા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ તો કાપોદ્રા પોલીસે ત્રણેય રીઢા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહન ચોરી (vehicle theft) કરતા ત્રણ રીઢા આરોપીઓને કાપોદ્રા પોલીસે (Kapodra Police) બાતમીના આધારે પકડી પડ્યા હતા. જે આરોપી પાસેથી અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરેલી સાત જેટલી બાઈક કબજે (Surat vehicle theft) કરવામાં આવી હતી. આરોપીઓ પકડાતા વાહનચોરીના અનેક ગુનાના ભેદ ઉકેલાયા હતા.
સુરત શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે રોજિંદા અનેક વાહન ચોરીના ગુનાઓ બની રહ્યા છે. જેને લઇને સુરત પોલીસ સતત મહેનત કરી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચોરી કરતા ત્રણ આરોપીને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. કાપોદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કેટલાક આરોપીઓ કાપોદ્રા વિસ્તારમાં ફરી રહ્યા છે. જે આરોપીઓને પકડી પાડી પોલીસ મથક લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપી પાસેથી ચોરીની સાત જેટલી બાઈક કબજે કરવામાં આવી હતી.
આરોપી પકડાતા કાપોદ્રા પોલીસ મથકનો એક ગુનો પુણા પોલીસ મથકના બાર ગુના સાથે સિંગણપોર અને પાંડેસરા જેવા વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરીની નોંધાયેલી ફરિયાદનો ભેદ ઉકેલાયો હતો. આરોપી ફારૂક ભાવસિંગ તોમર વિપુલ તોમર અને મહેશ તોમર ત્રણેય રીઢા ગુનેગાર છે અને વાહન ચોરી માટે પંકાયેલા છે. આ આરોપીઓ વિવિધ વિસ્તારોની રેકી કરીને વાહન ચોરી કરતા હતા.
જોકે કાપોદ્રા પોલીસે આ ત્રણેય આરોપીને પકડી પાડતા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ તો કાપોદ્રા પોલીસે ત્રણેય રીઢા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપીઓની તપાસમાં વધુ ચોરીના વાહનો મળી આવે તેવી શક્યતા પોલીસને દેખાતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ભૂતકાળમાં આરોપીઓ દ્વારા ક્યાંથી વાહન ચોરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસે કબ્જે લીધેલા વાહનો કયા વિસ્તારમાંથી ચોરી કર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.