Home /News /surat /Surat Crime: સુરતમાં રોમિયોએ તરુણીને આપી ધમકી, લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરીશ
Surat Crime: સુરતમાં રોમિયોએ તરુણીને આપી ધમકી, લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરીશ
યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ. (પ્રતીકાત્મક તસવીર)
જોકે તરુણીને કેતન સાથે વાત ન કરતી હોવા છતા રહેણાંક મહોલ્લામાં તરુણીને તેની પ્રેમિકા છે એમ કહી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તરુણીને પરિવાર ભાડાનું ઘર ખાલી કરી અન્ય ઠેકાણે રહેવા ચાલ્યા ગયા હતા.
સુરત (Surat)ના સિંગણપોર વિસ્તાર (Shinganapor Area)માં વિધવા માતા સાથે રહેતી તરુણીને પ્રેમજાળમાં ફસાવવાની એક યુવક છેલ્લા લાંબા સમયથી તેનો પીછો કરતો હતો અને ફોન કરી તેને હેરાન કરતો હતો. આ મામલે તરૂણીની માતા વિશે આ યુવકે સોશિયલ મીડિયામાં પણ ચારિત્ર્યને લઈને અપશબ્દો ઉચ્ચારી કનડગત કરી હતી. ઉપરાંત મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની ધમકી આપતા તરૂણીએ સમગ્ર મામલાની જાણ પરિવારને કરી હતી. જેથી તરૂણીના પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં મહિલા અત્યાચારોની ફરિયાદોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બાળાઓને કિશોરી સાથે બળાત્કાર અને છેડતીની ફરિયાદો પણ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં વિધવા માતા સાથે રહેતી તરુણી ઘરકામ કરી માતાને આર્થિક મદદ કરતી હતી. આ તરુણીને તેના પડોશી કેતન રોહીદાસ કુવાર તરુણીને પીછો કરી વાત કરવાનો પ્રયાસ કરતો હતો.
જોકે તરુણીને કેતન સાથે વાત ન કરતી હોવા છતા રહેણાંક મહોલ્લામાં તરુણીને તેની પ્રેમિકા છે એમ કહી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તરુણીને પરિવાર ભાડાનું ઘર ખાલી કરી અન્ય ઠેકાણે રહેવા ચાલ્યા ગયા હતા. તેમ છતાં પણ આ યુવક તરુણીનો પીછો કરી તેને સતત હેરાન કરતો હતો. યુવકે ફેસબુક સહિતના સોશ્યિલ મિડીયાના માધ્યમથી મેસેજ કરી અને અલગ-અલગ મોબાઇલથી ફોન કરી મારી સાથે વાત નહીં કરે તો તને મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો. ઉપરાંત માતા-પુત્રીના ચારિત્ર્ય અંગે અપશબ્દો ઉચ્ચારવાની સાથે તરુણીને ભાઇને કોલ કરી ધમકી આપી હતી.
યુવકે એવી ધમકી આપી હતી કે, જો તરુણી તેની સાથે લગ્ન નહીં કરે તો એસિડ નાંખી મારી નાંખશે. ત્યાર બાદ ગત રોજ વ્હોટ્સએપ કોલ કરી એવી પણ ધમકી આપી હતી કે, પોલીસમાં ફરીયાદ કરશો તો મારૂ કોઇ કં બગાડી શક્શે નહીં, એવી જગ્યા ઉપર ઉભો છું જયાં પોલીસ પણ શોધી શકશે નહીં. જેને લઇને સમગ્ર મામલાની જાણ પરિવારને કરી હતી અને આ તરૂણી હેરાન-પરેશાન થયેલો પરિવાર પોલીસ મથકે પહોંચી આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી છે.