Mehali Tailor, Surat: દર વર્ષે પતંગ બજારમાં પતંગ રશિયાઓ માટે ખંભાતી પતંગ,અમદાવાદની પતંગ,પ્લાસ્ટિકના પતંગ,રામપુરી પતંગ,જયપુરી પતંગ,બરેલીના પતંગ બજારમાં ઉપલબ્ધ હોય છે. ત્યારે દર વર્ષે ખંભાતી પતંગ અને અમદાવાદી પતંગતો લોકોની પસંદ બને જ છે. પરંતુ કેટલાક વર્ષોથી હવે પતંગ રશિયાઓ રામપુરી પતંગ,જયપુરી પતંગ અને બરેલીના પતંગ પણ ખરીદી રહ્યા છે. ત્યારે આ પતંગની શું વિશેષતા છે? તે આપણે જાણીશું.
આ પતંગ ને લાંબો સમય મૂકી રાખે તો પણ આ પતંગ ખરાબ થતા નથી
જયપુરી,રામપુરી અને બરેલી પતંગનો ભાવ ખંભાતી પતંગ અને અમદાવાદી પતંગ કરતા થોડો વધારે જ હોય છે. આ સાથે જ આ પતંગનો પંજોએ પાંચ પતંગનો નહીં પરંતુ ચાર પતંગનો જ હોય છે. અને દુકાનદારના કહેવા પ્રમાણે આ પતંગ ચગાવવા સહેલા છે. એક વાર થોડો ફાટી ગયેલો પતંગ પણ જો હવા હોય તો તે ચગે છે. અને આ પતંગમાં અજંતા કંપનીના વોટરપ્રુફ કાગળનો ઉપયોગ થાય છે.
વોટર પ્રુફ કાગળ એટલે કે આ પતંગ તમે ગમે એટલો સમય મૂકી રાખો તો પણ લાંબા સમય સુધી ખરાબ થતું નથી અને આ પતંગનો રંગ પણ એવો જ રહે છે. આની સરખામણીએ જ્યારે કોઈ બીજા પતંગ ખરીદવામાં આવે છે. ત્યારે તે એક વર્ષ જો આપણા ઘરમાં પડી રહે તો તે પતંગનો રંગ પણ ઉડી જાય છે. અને તેને ચગાવવામાં પણ થોડી મહેનત લાગે છે. જ્યારે આ જયપુરી રામપુરી કે બરેલી પતંગમાં આવી સમસ્યા જોવા મળતી નથી.
સુરતની બહારના વેપારીઓ પણ સુરતમાંથી આ પતંગ ખરીદી વધુ કરી રહ્યા છે.
આમ આ વર્ષે સુરતના પતંગ બજારમાં દુકાનદારના કહેવા મુજબ બહારથી આવતા વેપારીઓ પણ આ જયપુરી રામપુરી અને બરેલી પતંગ ની ખરીદી વધારે કરે છે. અને પતંગ રશિયાઓ માટે પણ આ પતંગની ખરીદી વધી છે. આ સાથે બજારમાં અવનવા પતંગ એટલે કે પક્ષીઓના આકારના રંગબેરંગી પતંગ રંગબેરંગી પતંગ અને ઘણી મોટી સાઈઝના પતંગની પણ લોકો ખરીદી કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર