Home /News /surat /Uttarayan 2023: સુરતમાં પતંગરસિયાઓ નારાજ, આ વર્ષે તમામ વસ્તુનો ભાવ વધતા બજેટ ખોરવાયું
Uttarayan 2023: સુરતમાં પતંગરસિયાઓ નારાજ, આ વર્ષે તમામ વસ્તુનો ભાવ વધતા બજેટ ખોરવાયું
ફાઇલ તસવીર
Surat News: સુરતી લોકો દરેક તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે. ત્યારે ઉત્તરાયણને લઈને પણ સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે મોંઘવારીને કારણે આ તહેવાર પર પણ અસર જોવા મળી છે.
સુરતઃ સુરતી લોકો દરેક તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે. ત્યારે ઉત્તરાયણને લઈને પણ સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે મોંઘવારીને કારણે આ તહેવાર પર પણ અસર જોવા મળી છે. તમામ વસ્તુ મોંઘી થતાં તહેવારની અસર જોવા મળી રહી છે. પતંગ-દોરીથી માંડી તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. તેને લઈને પતંગરસિયાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
પતંગની લાકડી-કાગળના ભાવમાં વધારો
પતંગ બનાવવાની લાકડી અને કાગળ પણ મોંઘો થતા પગંતનો ભાવ 30 ટકા જેટલો વધ્યો છે. જેની સીધી અસર જોવા મળી રહી છે. જો કે, ઉત્તરાયણનો તહેવાર વર્ષમાં એકવાર આવતો હોવાથી પતંગરસિયાઓ મનમૂકીને ખર્ચો કરી રહ્યા છે. બજાર આ સમયે લોકોથી ઉભરાતું હોય છે, ત્યારે અહીંયા માત્ર 40% લોકો જ બજારમાં જોવા મળી રહ્યા છે.
તમામ વસ્તુઓ મોંઘી થઈ
છેલ્લા 40 વર્ષથી દોરી પર રંગ સાથે કાચ ચડાવવાનું કામ કરતા બહેન જણાવે છે કે, ‘આ વર્ષે દોરીના ભાવમાં, તેના બોબીનમાં પણ વધારો થયો છે. સાથે સાથે દોરી ઘસવાનો ખર્ચ અને બ્લેબલ મોંઘું થવાને લઈને તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. તેની સીધી અસર તેમના વેપાર પર જોવા મળી રહી છે. જે પતંગ રશિયાઓ 5000 વાર દોરી ઘસાવતા હતા તે હવે માત્ર 3000થી 4000 વાર દોરી ઘસાવે છે. તેને લઇને તેમની ગ્રાહકી પર ફરક જોવા મળી રહ્યો છે.’
સામાન્ય રીતે પતંગરસિકો એક બજેટ બનાવીને માર્કેટમાં આવતા હોય છે. જેને લઇને હાલ મોંઘવારીને લઈને તમામ પતંગરસિયાઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જે લોકો 5000 વાર દોરી અને 1000 પતંગ લેતા હતા, તેમનું બજેટ પાંચથી સાત હજાર રૂપિયા હતું. ત્યારે હવે લોકો માત્ર 200 પતંગ લે છે અને તેની સામે 4000 વાર જેટલી દોરી ઘસાવે છે. મનગમતો તહેવારો હોવા છતાં તેમણે બજેટને લઈને પોતાના શોખને થોડે ઘણે અંશે ઓછો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.