Home /News /surat /Surat: ખુશી ફેલાવો, કોલેજીયનો અને પ્રોફેસરોએ બનાવી સંસ્થા અને વહેંચે છે ખુશી!

Surat: ખુશી ફેલાવો, કોલેજીયનો અને પ્રોફેસરોએ બનાવી સંસ્થા અને વહેંચે છે ખુશી!

સંસ્થાના કાર્યકરોએ ધાબળાનું વિતરણ કર્યું

સ્પ્રેડ ખુશી, વિકી અને કેપી ગ્રૂપની સંસ્થા દ્વારા અગાઉ પણ ઘણા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. આ સાથે આ સંસ્થા ફૂટપાથ પર રહેતા ગરીબ બાળકોને ભણતર આપવાની સાથે ચોખ્ખાઈનો પણ પાથ ભણાવે છે.

Mehali tailor, Surat: સુરતમાં સ્પ્રેડ ખુશી નામની સંસ્થા જેમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા અવારનવાર જરૂરિયાત મંદ લોકોની સેવા કરવામાં આવે છે. સ્પ્રેડ ખુશી નામની સંસ્થા દ્વારા વખતે ફરી ગરીબ લોકોની મદદ માટે આગળ આવી છે. સંસ્થા દ્વારા ફૂટપાથ પર રહેતાં ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કર્યું છે.


સંસ્થા દ્વારા અગાઉ પણ સ્લમ એરિયાના લોકો માટે ઘણી મદદ કરવામાં આવી હતી. જેમાં તેઓને ઘર વકારીનો સામાન,. તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયક થાય તેવી વસ્તુનું વિતરણ એટલે કે સીંગદાણા ગોળ ખજૂર જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને વખતે સંસ્થા દ્વારા સ્લમ એરિયા ના લોકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબ્રાનું વિતરણ કરવામાં આવ્યું.


 

સંસ્થા ફૂટપાથ પર રહેતા ગરીબ બાળકોને ભણતર આપવાની સાથે ચોખ્ખાઈનો પણ પાથ ભણાવે છે


સ્પ્રેડ ખુશી, વિકી અને કેપી ગ્રૂપની સંસ્થા દ્વારા અગાઉ પણ ઘણા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. સાથે સંસ્થા ફૂટપાથ પર રહેતા ગરીબ બાળકોને ભણતર આપવાની સાથે ચોખ્ખાઈનો પણ પાથ ભણાવે છે. સંસ્થા બાળકોને ભણતર આપવા કરતા તેઓ સ્વસ્થ અને ચોખ્ખું જીવન કઈ રીતે જીવી શકે તેના પર વધુ ધ્યાન આપે છે. દરેક ઋતુ પ્રમાણે લોકોને જે જરૂર હોય તેવી વસ્તુઓનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. શિયાળામાં તેઓને ધાબળા અને સ્વાસ્થ્ય માટે લાભદાયી વસ્તુની જરૂર હોય છે તેનું વિતરણ કરવામાં આવે છે અને ઉનાળા અને ચોમાસાની ઋતુમાં તેમને જે જરૂરિયાત ઊભી થાય છે તે પ્રમાણેની વસ્તુનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.



આવી સામાજિક સેવા દ્વારા સેવાભાવી સુરતની છબીને વધુ સારી રીતે ચરિતાર્થ થાય છે


શિયાળાની ઠંડીમાં ધાબળો દરેક લોકોને જરૂરિયાત બને છે પરંતુ દરેક લોકોને તે મળી રહેતા નથી ત્યારે સંસ્થાઓ દ્વારા ફૂટપાથ પર ગરીબ મહિલા બાળકો અને જરૂરિયાત મંદોને તથા બસ સ્ટેશનની આજુબાજુ સુઈ જતા લોકોને ધાબળા ઓધાર્યા હતા.સુરતમાં આવી અનેક સંસ્થાઓ દ્વારા અને સામાજિક કાર્યકરો તથા પોલીસ રક્ષકો દ્વારા પણ જરૂરિયાત મંદ લોકોની વેદના સમજીને અનેક આવા ધાબળા વિતરણનું કાર્યક્રમ કરવામાં આવી છે. સુરત દાન અને ધર્મમાં પણ બીજા શહેરો કરતા આગવું સ્થાન તો ધરાવે છે. અને આવી સામાજિક સેવા તેમની છબીને વધુ સારી રીતે ચરિતાર્થ કરે છે. સુરતમાં માત્ર સામાજિક લોકો નહીં પરંતુ સુરતના એવા કેટલાય પોલીસ કર્મીઓ પણ છે જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે.

First published:

Tags: Local 18, સુરત