ધરમાં પડેલી નકામી દવાનો ઉપયોગ કરો જરૂરિયાતમંદ લોકો માટે
હવે આપણે દરેક લોકો પોતાની નકામી દવાને ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકોને આપી શકીયે છે. સુરતની કરુણા સંસ્થાની દવા બેંક કાર્યરત કરી છે. સુરતમાં સોની ફળીયામાં આ દવા બેન્ક છે. જ્યાં લોકો પોતાની નકામી દવા આપે છે. આ દવા આવતા આ સંસ્થામાં કામ કરતા લોકો તેમાંથી દવાને ચેક કરી કામની દવા અને એકપાયરી ડેટ વળી દવા અલગ કરે છે. અને આ દવાના જથ્થાને અલગ કર્યા બાદ અલગ અલગ ડબ્બામાં ગોઠવે છે. ત્યારે બાદ જે લોકો પાસે દવા લેવાના પૈસા નથી એ લોકો જયારે ડોક્ટરનું પ્રિસ્કિપ્સશન લઇને આવે છે. ત્યારે તેમની પાસે જે દવા ઉપલબ્ધ હોય છે એ દવા તેને ફ્રીમાં આપે છે. જેથી લોકોની નકામી દવા કોઈકને કામ આવી શકે છે
નકામી મેડિકલ કીટને પણ જરૂરિયાતમંદ લોકો સુધી પોંહચાડો
આ સંસ્થા દ્વારા જે લોકો દવા લેવા કે આપવા તેમની દવા બેન્કમાં આવી શકતા નથી. એ લોકો જો સંસ્થાના 9328933303 નંબર વોટ્સઅપ અથવા કોલ કરે તો દવા આપવા અને લેવા પણ જાય છે.જેથી લોકોનો સમય પણ બચી શકે છે. અને દૂરના લોકોએ દવા માટે ત્યાં આવવું પડતું નથી. આ સિવાય આ દવા બેન્ક ઘરમાં પડેલી મીડીકલ કીટ એટલે કે ગરમ પટ્ટા, જરૂરી મેડિકલ સાધનો પણ લઇ જઈને શહેરની આજુ બાજુના ગામડાના ગરીબ લોકોને આપી તેમને મદદરૂપ થાય છે.
કરુણાસંસ્થા દ્વારા ઘણા નાના પાયે આ સેવા શરુ કરવામાં આવી હતી. હવે આ સેવા ઘણી મોટી બની ગઈ છે. ઘણા બધા લોકો આ અહીંયા આપી જાય છે. અને ઘણા બધા લોકો અહીંયાથી દવા લઇ જાય છે. આ દવાના કાર્યમાં સુરતના મેડિકલ ધારકો અને મેડિકલ ઓફિસરો પણ તેમના આ કાર્યને બિરદાવી તેમને મદદરૂપ થાય છે.
દવાના ડબ્બામાં નકામી દવા મૂકી સંસ્થા સુધી પોંહચાડો
નકામી દવા ભેગી કરવા માટે કરુણાસંસ્થા દ્વારા દવા માટે ડબ્બાઓ બનાવવામાં આવ્યા છે. આ ડબ્બા કોઈ પણ વ્યકતિ તેની પાસે લઇ જઈ પોતાની સોસાયટી, ઓફિસ કે પછી કોઈપણ જગ્યાએ મૂકી શકે છે. જેથી લોકો તેમાં દવા આપે છે. અને ત્યારબાદ સંસ્થાના લોકો જે તે જગ્યાએથી આ દવાનો ડબ્બો લઇ જાય છે.
એડ્રેસ:
વેકેતેશ્વર એપાર્ટમેન્ટ,સોની ફળીયા,સુરત
ફોન ન :9328933303
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર