Mehali tailor; surat;સુરત શહેર જે ઉદ્યોગ સીટી તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ સુરત શહેરનો વિકાસ થાય છે. તેમ તેમ ધંધો રોજગાર વધે છે પરંતુ આની સામે પર્યાવરણનો ભોગ લેવામાં આવે છે આવા જ વિકાસમાં સુરતમાં આવેલ એક સુંદર તળાવ ગવિયર જે લીલાછમ વાતાવરણથી ઘેરાયેલું છે જેને વિકાસના નામે તેની ફરતેની હરિયાળીનો ભોગ લેવાની તૈયારીમાં હતા પરંતુ સુરતમાં નેચર ક્લબે સુરતીઓ માટે ગૌરવસમા આ ગવિયર નિર્મલા તળાવ કિનારે એક દાયકામાં વિશાળ ગ્રીન બેલ્ટ વિકસાવી અહીં દેશ-વિદેશના ૧૪૨થી વધુ પ્રજાતિના લાખો પક્ષીઓને આવતા અને વસવાટ કરતાં કર્યાં છે.
વિદેશના પક્ષીઓની સંખ્યામાં વધારો થયો
નિર્મલા વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોજેકટ અંતર્ગત ત્યાં વાઈલ્ડલાઈફ જળવાઈ રહે તે માટે 1500 થી વધુ નેટિવ વૃક્ષો વિકસાવવામાં આવ્યા અને તળાવનું સંવર્ધન જેથી જંગલ જેવું વાતાવરણ મળવાને કારણે હાલ અહીં શિયાળામાં દર વર્ષે દેશ અને વિદેશના પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં નોર્ધન અમેરિકા,યુરોપ, કજાકિસ્તાન, સેન્ટ્રલ એશિયાના દેશોના પક્ષીઓ મહેમાન બને છે. ઘણા પક્ષીઓ હજારો કિલોમીટરનો દરિયો પાર કરીને નિયત જગ્યા પર પહોંચી જાય છે.
70થી 80 જાતન પતંગિયા પણ જોવા મળે છે
અહીંયા માત્ર પક્ષી જ નહીં અહીં 70થી 80 જાતન પતંગિયા અને રેપટાઈલ પણ છે. પક્ષીઓને જોવા માટે યુવાઓ અને વિદ્યાર્થીઓ ખાસ આવે છે. શિયાળા દરમિયાન પક્ષી પ્રેમીઓને જંગલમાં જવાની જરૂર નથી. સુરતમાં રહીને જ વિદેશી પક્ષીઓની અનેક પ્રજાતિઓ વિશે તેઓ અધ્યયન કરી શકે છે.
દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષી માટે તળાવની સફાઈ કરવામાં આવે છે
આ વર્ષે પણ શિયાળામાં જે પક્ષીઓ આવે છે એના માટે તળાવની સાફ સફાઈ કરી દેવામાં આવી છે. અને આ સફાઈનો ખર્ચો આશરે 1 થી દોઢ લાખ રૂપિયા થાય છે ત્યારે નેચર ક્લબ દ્વારા આ પક્ષીઓ માટે ખર્ચ દર વર્ષે કરવામાં આવે છે. ગુજરાતની લુપ્ત ગણાતી સાતથી દસ જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત છે કે, એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલ છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશરે સ્થળ બનાવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર