Home /News /surat /Surat: આલે..લે..બૂટની પણ છે હોસ્પિટલ, 1 લાખ સુધીના બૂટનું થાય છે રીપેરીંગ!

Surat: આલે..લે..બૂટની પણ છે હોસ્પિટલ, 1 લાખ સુધીના બૂટનું થાય છે રીપેરીંગ!

આ હોસ્પિટલમાં 300રૂ થી લઇ 1 લાખ સુધીના ખરાબ થયેલ બુટને ફરી સજા કરી આપવામાં આવે છે

આ હોસ્પિટલમાં જખ્મી બુટ એટલે કે ખરાબ થઇ ગયેલા, ફાટી ગયેલા બુટને રીપેર કરી ફરી આખા નવા બનાવી આપવામાં આવે છે.

    mehali tailor, surat; અત્યાર સુધી આપણે દરેક લોકોએ આંખ, નાક,ગાળા એવી અનેક હોસ્પિટલ જોઈ હશે પરંતુ શું તમને ખબર છે સુરત શહેરમાં બુટની પણ હોસ્પિટલ છે ? હા સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવી છે ત્યારે તેમને વિચાર આવતો હશે કે બુટની હોસ્પિટલ નામ કેમ રાખવામાં આવ્યું હશે? તો ચાલો જાણીયે શું છે હોસ્પિટલ વિશે.


    હોસ્પિટલ ચલાવતા રામદાસભાઈએ જણાવ્યું હતું કે,'' જેમ આપણા શરીર કઈ થાય એટલે કે કોઈ રોગ થાય શરીર પાર કોઈ ઇજા પોહ્ચે તો તેની સારવાર માટે હોસ્પિટલમાં જઇએ છે. જ્યાં આપણે સારવાર બાદ ફરી સજા થઇ જઈએ છે. એવી રીતે હોસ્પિટલમાં જખ્મી બુટ એટલે કે ખરાબ થઇ ગયેલા, ફાટી ગયેલા બુટને રીપેર કરી ફરી આખા નવા બનાવી આપવામાં આવે છે. તેથી આનું નામ અમે જખ્મી બુટ હોસ્પિટલ રાખ્યું છે. અને જેમ આપણે હોસ્પિટલ માંથી સાજા થાય છે. એમ અમારી પાસે બુટ પણ એક સરખા જાણે નવા હોય એવી રીતે બને છે.



    પડ્યા પડ્યા ખરાબ થયેલ બુટ પણ અહીંયા રીપેરીંગ થાય છે


    સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં અંબિકા કેતનના મંદિર પાસે ઉમરીગર શાળા પાસે છેલ્લા 15 વર્ષથી રામદાસભાઈ એક ઓપન દુકાનની જેમ અહીંયા બુર રીપેર કરવાનું કામ કરે છે. ભાઈ મોચીના કામ કરતા કંઈક અલગ કામ કરે છે. દરેક મોચી આપણા ફાટેલા બુટ કે ચપ્પલને સીવી આપવાનું કામ કરે છે. પરંતુ ભાઈ તેને એવી રીતે રીપેર કરે છે. જાણે નવા બુટ ખરીદ્યા હોય. આપણા ઘરોમાં ક્યારેક કોઈ બુટ જે આપણે કેટલા વખતની પેહર્યા હોય છે. ત્યારે તે પડ્યા પડ્યા ખરાબ થઇ જાય છે.અથવા તો કોઈક બુટ એવા પણ હોય છે જેનો આપણે ખુબ વપરાશ કર્યો હોય અને તે ઘસાય ગયા હોય,તો આપણી પાસે કેટલાક બુટ એવા પણ હોય છે. જે આપણે તેને ઘણી મોંઘી કિંમતમાં લીધા હોય અને થોડા વપરાશમાં અને થોડા સમયમાં ખરાબ થઇ ગયા હોય તેવા દરેક બુટને અહીંયા ફરી નવા કરી આપવામાં આવે છે.



    300 રૂથી લઇ 1લાખ સુધીના બુટ રીપેરીંગ કરવામાં આવે છે


    અહીંયા 300 રૂથી લઇ 1લાખ સુધીના બુટ રીપેરીંગ કરવામાં આવે છે. બુટને ફેંકી દેવા જેવી હાલત હોય છે. તે બુટને અહીંયા ફરી નવા કરી આપવામાં આવે છે. જેથી તેને જખ્મી બુટની હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે.સુરત સિવાય અહીંયા આખા દેશભર માંથી બુટ રીપેરીંગ માટે આવતા હોય છે. લોકો પાર્સલમાં પોતાના ખરાબ બુટ મોકલે છે. અને જયારે તે રીપેરીંગ થઇને ફરી તેમની પાસે જાય છે. તે જોઈએ દરેક ગ્રાહક ઘણા ખુશ થઇ જાય છે.અને કાર્ય કરવાથી રામદાસને ઘણો સંતોષ મળે છે.



    તો હવે તમે પણ તમારા આવા નકામા થઇ ગયેલ બુટને ફરી નવા કરવા માટે હોસ્પિટલમાં તમારા બુટને દાખલ કરો અને બુટના ડોક્ટર રામદાસભાઈ તેને ફરી સાજા કરી આપશે. માટે રામદાસનો સંપર્ક કરવા 8160469436 ફોન કરી નવા બુટ બનાવો

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો