Home /News /surat /Surat: એકબીજાની દવાનું રાખે છે ધ્યાન, કેવું હોય છે HIV પોઝિટિવ દંપતીનું જીવન?

Surat: એકબીજાની દવાનું રાખે છે ધ્યાન, કેવું હોય છે HIV પોઝિટિવ દંપતીનું જીવન?

સુરતનું

સુરતનું આ દંપતી સંસ્થા દ્વારા યોજવામાં આવેલા ખાસ સમુહ લગ્નમાં મળ્યા હતા

GSNP સંસ્થા સાથે રિલાયન્સના સહયોગથી લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં HIV પોઝિટિવ યુવક અને યુવતીઓ એકબીજા માટે જીવનસાથી શોધે છે.

    Nidhi Jani, Surat : વિશ્વમાં લાખો લોકો HIV વાયરસથી પીડાય છે. ત્યારે ગુજરાતમાં પણ તેની સંખ્યા 74 હજાર લોકો આસપાસની છે. આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે HIV થી પીડાય છે ત્યારે સમાજ દ્વારા તેઓને પોતાનાથી અલગ ન ગણીને સ્વીકૃતિ આપવામાં આવે અને કોઈ પણ પ્રકારના કલંક કે ઘૃણાનો સામનો તેઓ જીવનમાં ન મેળવે તે આપણા સહુની ફરજ છે. તેની સાથે જ જેને HIV હોય છે તેઓમાં પણ જાગૃતિ આવે અને તેઓ પોતાને ઈલાજ કરાવે તે પણ એટલું જ જરૂરી છે. આ જાગૃતિ સતત ફેલાવવાનું કાર્ય કરે છે રાજ્ય સરકારની GSNP સંસ્થા. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ.

    GSNP સંસ્થા દ્વારા અવારનવાર લગ્ન માટેના મેળાવડાનું આયોજન કરવામાં આવે છે.આવા જ એક મેળવડામાં GSNP સંસ્થા સાથે રિલાયન્સના સહયોગથી લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેની અંદર HIV પોઝિટિવ યુવક અને યુવતીઓ એકબીજા માટે જીવનસાથી શોધે છે. આવા જ એક કાર્યક્રમમાં ભૌતિક ઝાખરીયાને તેમના માટે યોગ્ય જીવનસાથી મળ્યા. દહેરાદૂન થી આવેલા નંબર અને ભૌતિકભાઈ બંને એક બીજાને પસંદ કરે છે અને પરિવારની સંમતીથી બંને પરિવારો એકબીજા સાથે જોડાય છે. લગ્ન કરવા માટે પણ સમાજ દ્વારા સ્વીકૃતિ મળી હતી અને તેમને આવકાર્યા હતા.

    એક જ સમાજ અને રાજ્યના હોવા છતાં ઘણીવાર વિચારોમાં મતભેદ મળે છે ત્યારે અહીં પુનમબેન પોતે હિન્દીભાષી અને અલગ રાજ્યના હોવા છતાં ગુજરાતી સમાજ સાથે ભળી જાય છે. બંને એકબીજાના દવાના સમયનું ધ્યાન રાખે છે.બંને GSNP સંસ્થા સાથે કાર્યરત છે અને ભવિષ્યમાં લોકો HIV વિશે વધુ ને વધુ જાગૃત થાય તે માટે સંસ્થા સાથે કાર્ય કરે છે.

    ભૌતિકભાઈ ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવે છે કે, તેમના પિતાને HIV હતો અને ત્યારબાદ તેના વિશે સજાગ ન હોવાના કારણે માતા દ્વારા તેમનામાં પણ જન્મથી જ આ વાયરસ આવી ગયો હતો. તેમને પોતાના જીવનના 21થી 22વર્ષ વીતી ગયા બાદ જાણ થઇ કે તેઓ એચઆઈવી પોઝીટીવ છે. તેમણે તેનો ઈલાજ શરૂ કર્યો અને આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. યોગ્ય સારવારના કારણે એચઆઇવી એઇડ્સમાં પરિવર્તિત થતું અટકાવી શકાય છે.

    એચઆઈવી કે એઇડ્સ માટે કોઈ પણ પ્રકારની માહિતી માટે ગુજરાત રાજ્યની હેડ ઓફિસ સુરતમાં આવેલી છે તેનો સંપર્ક કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.

    નોંધી લો સરનામુ

    Gujarat State Network Of People Living With HIV/AIDS

    ચોથો માળ, દેવી આર્કેડ, મોદી મહોલ્લો,
    ગૌશાળા, એકે રોડ,
    કતારગામ,
    સુરત - 39500N
    હેલ્પલાઇન નંબર :
    NACO Helpline - 1097
    GSNP Help Line - 7069111010

    (નોંધ - આ દંપતી સહમતથી તેમની ઓળખ છૂપાવવામાં આવી નથી, આ આર્ટીકલનો એકમાત્ર હેતું અન્ય લોકોને પ્રેરણા મળે તેનો જ છે)
    First published:

    Tags: AIDS, Couple, NGO, એચઆઇવી, સમાચાર, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन