Home /News /surat /Surat: સુરત જિલ્લામાં 9 ધનવંતરી આરોગ્ય વાનનું લોકાર્પણ, આટલી સુવિધા ઘરબેઠા મળશે!

Surat: સુરત જિલ્લામાં 9 ધનવંતરી આરોગ્ય વાનનું લોકાર્પણ, આટલી સુવિધા ઘરબેઠા મળશે!

સુરત જિલ્લામાં નવ ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું.

આપણું રાજ્ય નીરોગી રાજ્ય બને એટલા માટે રાજ્યના દરેક કડીયાનાકે અને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય રથ જઈને તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ, અને તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે નવ ધન્વંતરિઆરોગ્ય રથ સેવાની શરૂઆત કરવામાં આવી છે.

વધુ જુઓ ...

    mehali tailor,surat ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક કાર્યરત ધનવંતરી આરોગ્ય રથને આજે 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હજીરા ખાતે આવેલા ક્રિભકોના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા લીલી ઝંડી આપી પ્રજાજનોની સેવા માટે રવાના કરાયા હતા


    ગુજરાત સરકારનાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથ સેવા, બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવા કડીયાનાકા અને બાંધકામ સાઈટ સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા આવી.


     


     

    ધન્વંતરિઆરોગ્ય રથ સેવા સાચા અર્થમાં બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે


    ગુજરાત સરકારની નેમ છે કે આપણું રાજ્ય નીરોગી રાજ્ય બને એટલા માટે રાજ્યના દરેક કડીયાનાકે અને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય રથ જઈને તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ, અને તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે નવ ધન્વંતરિઆરોગ્ય રથ સેવાની શરૂઆત કરવામાં આવી છે.ધન્વંતરિઆરોગ્ય રથ સેવા સાચા અર્થમાં બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે હેતુથી રાજ્યના દરેક કડીયાનાકે તથા બાંધકામ સાઈટ પર જઈને બાંધકામ શ્રમિકોની નોંધણી અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સેવા થકી વિવિધ કડીયાનાકાઓ, બાંધકામ સાઈટો, અને શ્રમિક વસાહતોમાં આરોગ્યની પ્રાથમિક સારવારનો લાભ કોઈ પણ બાંધકામ શ્રમિક નિઃશુલ્ક મેળવી શકશે અને બાંધકામ શ્રમિક તરીકે નોંધણી પણ નિઃશુલ્ક કરાવી શકે છે.


    ધન્વંતરિઆરોગ્ય રથમાં ઉપલબ્ધ સેવાઓ:


    બાંધકામ સાઈટો, કડીયાનાકો અને શ્રમિક વસાહતો, ખાતે બાંધકામ શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી -નિર્માણ કાર્ડ બનાવી આપવામાં આવશે.શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાય યોજના, તબીબી સેવા, લેબોરેટરી સેવાઓ સાથે ડોક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ તદ્દન મફત આપવામાં આવશે. કાર્યક્રમમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ માનનીય કલેકટર સાહેબ શ્રી આયુષ ઓક સાહેબ, કમિશનર ઓફ પોલીસ અજય તોમાર સાહેબ,ડીડીઓ બિ કે વસાવા સાહેબ 108 ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહી સાહેબ, ધનવંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર ડો.અવિનાશ પંડ્યા એમ.વી. ડી પ્રોજેક્ટ ના પ્રોગ્રામ મેનેજર યોગેશ પટેલ ગુજરાત કન્સ્ટ્રક્શન બોર્ડ ના પ્રોગ્રામ મેનેજર શ્વેતાબેન ચૌધરી અને 108 ના ઇએમઇ પ્રતીક જાદવ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

    First published:

    Tags: Local 18, આરોગ્ય, સુરત