Mehali tailor, surat: સુરત શહેરમાં ફરી એક વાર ભગવો રંગ લહેરાયો હતો. અને આ વખતે સુરતની દરેક વિધાનસભામાં ભાજપનનો કેસરિયો રંગ લહેરાયો હતો. અને પાટીદાર વિસ્તાર ગણાતા વરાછા વિસ્તારમાં પણ ભાજપ બહુમતીથી જીત્યું છે. ત્યારે ભાજપના દરેક કાર્યકરોમાં ખુશીનો મહિલા જોવા મળ્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘણી મોટી લીડે જીત મેળવી હતી. ત્યારે તેમના કાર્યકરોમાં પણ ઘણો ખુશી જોવા મળી હતી. અને આ જીતનો ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યો હતો
સરનામાની ચિઠ્ઠી લઇ સરઘસ તો જોવા આવ્યા પરંતુ સરઘસ ત્યાંથી નીકળી ગયું
સુરતમાં ગૃહમંત્રીના કાર્યકરો ઘણા જોવા મળે છે. જેમાં ખાસ કરીને યુવા વર્ગનો કાર્યકર ઘણો મોટો વર્ગ જોવા મળે છે. પરંતુ આ હર્ષ સંઘવીનો માત્ર યુવા વર્ગ જ નહિ પરંતુ વયોવૃદ્ધ પણ ઘણા ચાહક છે.જેમાં આજે હર્ષ સંઘવીની બહુમતીથી જીત થઇ તેનો સરઘસ જોવા માટે સુરતના એક વૃદ્ધ તેના હાથમાં સરનામાંઈ ચિઠ્ઠી લઇને આવ્યા હતા. પરંતુ તેઓને આવતા મોડું થઇ જતા તે હર્ષ સંઘવીનો જીતનો સરઘસ જોઈ શક્યા ન હતા.
80 વર્ષના વયોવૃદ્ધએ એક વાર હર્ષ સંઘવીની મુલાકાત લેવાની ઈચ્છા વ્યકત કરી હતી.
સુરતના આ નરેન્દ્રભાઈની ઉમર લગભગ 80 વર્ષ પાસેની છે. પત્નીનું મૃત્યુ થતા તે એકલવાયું જીવન જીવી રહ્યા છે. અને તેમને આ વિધાનસભામાં મજુરાના ઉમેદવાર હર્ષ સંઘવીને મત આપ્યો હતો.અને તેમના જીતની જાણ થતા તેમનામાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો. નરેન્દ્રભાઈને ઉમરના કારણે પગમાં ચાલવામાં પણ ઘણી તકલીફ હતી. અને સરઘસ ક્યાંથી નીકળશે તેમની પણ કોઈ જાણકારી ન હતી. પરંતુ સરઘસ જોવાની અને હર્ષ સંઘવીને મળવાની ઘણી જ ઈચ્છા હતી. તેથી જેમને હર્ષ સંઘવીના કાર્યાલય પોહ્ચ્યા પરંતુ ત્યાં કોઈપણ સરઘસ કે કાર્યકરો ન દેખાતા તેમને ત્યાંથી ચિઠ્ઠીમાં સરનામુ લખાવી તેમનું ઘર શોધવા અને સરઘસ જોવા માટે ચાલતા નીકળી ગયા. અને ત્યાં પોહ્ચ્યા ત્યાં સુધીમાં હર્ષ સંઘવીનો સરઘસ નીકળી ગયો હતો
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર