Home /News /surat /Surat news: રાંદેરની 200 વર્ષ જૂની મસ્જિદમાં છે water harvesting system

Surat news: રાંદેરની 200 વર્ષ જૂની મસ્જિદમાં છે water harvesting system

રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ આવી જ એક મસ્જિદ છેનમાઝીઓને ઠંડક મળી રહે તે માટે તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટેની ટાંકી બનાવવામાં આવી હતીતે જમાનામાં એસી કે પંખા ની સુવિધાઓ ન હોવાને કારણે નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવાઈ હતી

રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ આવી જ એક મસ્જિદ છેનમાઝીઓને ઠંડક મળી રહે તે માટે તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટેની ટાંકી બનાવવામાં આવી હતીતે જમાનામાં એસી કે પંખા ની સુવિધાઓ ન હોવાને કારણે નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવાઈ હતી

વધુ જુઓ ...
    Surat : રાંદેરની પ્રખ્યાત રમઝાન બજારથી માત્ર 50 મીટરનાં અંતરે આવેલી અંદાજીત 200 વર્ષ જૂની કુવતે ઇસ્લામ મસ્જિદની એક ખાસિયત છે કે તે એક જ પિલર પર ઉભી છે. જ્યારે અંડર ગ્રાઉન્ડ પિલરની બરાબર બાજુમાં પાણીનો સંગ્રહ કરવા માટે બનાવયેલી વર્ષો જૂની એક વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ છે. નમાઝીઓને ઠંડક મળી રહે તે માટે આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટેની ટાંકી બનાવવામાં આવી હતી. કર્ણનગરી તરીકે ઓળખાતા સુરત શહેરનો એક ભવ્ય ઈતિહાસ છે અને ઈતિહાસની સાક્ષી આપતા અનેક સ્થળો અને ઈમારતો સુરતમાં આજે પણ હયાત છે. જેમાં મંદિર અને મસ્જિદ પણ સામેલ છે. સુરતમાં આવેલી અસંખ્ય ઐતિહાસિક ઇમારતોની કારીગરી લોકોને અચંબિત કરે એવી છે અને રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ આવી જ એક મસ્જિદ છે.



    મસ્જિદ 80 બાય 65 ફૂટ વિસ્તારમાં વિસ્તરેલી છે
    રાંદેરના સોની ફળિયા વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. પિલરની બાજુમાં ચાર કમાન પર આખી બે માળની મસ્જિદ ટકી છે. મસ્જિદ 80 બાય 65 ફૂટ વિસ્તારમાં વિસ્તરેલી છે. જેમાં અંડરગ્રાઉન્ડમાં આવેલ પિલરની બાજુમાં જ વર્ષો પહેલા એક વોટર હારવેસ્ટિંગ માટે વિશાળ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ કારીગરી તે સમયના કારીગરોની સૂઝબૂઝ દર્શાવે છે. નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી.


    કુદરતી આપત્તિના સમયે પણ આ મસ્જિદની એક પણ ઈંટ કે દિવાલ હલી શકી નથી
    પિલરની ઉપરના માળ પર જમાતખાનું છે. જ્યાં નમાઝ અદા થાય છે. તે જમાનામાં એસી કે પંખા ની સુવિધાઓ ન હોવાને કારણે નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. સુરતમાં ધરતીકંપ, વરસાદ, પુર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે પણ આ મસ્જિદની એક પણ ઈંટ કે દિવાલ હલી શકી નથી.

    આ મસ્જિદના મિનારા જમીન લેવલથી 80 ફૂટ ઊંચા છે
    લોકવાયકા પ્રમાણે, રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું. મસ્જિદ પર કારીગરી ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મસ્જિદના મિનારા જમીન લેવલથી 80 ફૂટ ઊંચા છે. ઘણા આર્કિટેકનાં વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતોની ટીમ આ મસ્જિદની મુલાકાતે આવ્યા છે અને તેની કોતરણી અને સ્ટ્રક્ચરથી પ્રભાવિત થયા છે.



    વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તેમજ હોજના પાણીનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં આવી હતી
    રિટાયર્ડ પ્રિન્સિપાલ અને મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી એમ.એસ. મિચલાએ કહ્યું કે, એ સમયે પંખા કે એ.સી જેવી સગવડ ન હતી જેને લઇને નમાઝીઓને ઠંડક મળી રહે તે માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી. અમારા વડવાઓના કહ્યા અનુસાર અંદાજિત 100 વર્ષ પહેલા તીનબત્તી પાસે આગ લાગી હતી અને એ સમયે ફાયર જેવી સુવિધા ન હતી. ત્યારે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તેમજ હોજના પાણીનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં આવી હતી. આ ટાંકી 26 ફુટ જેટલી ઊંડી છે . મસ્જિદની અનેક ખાસિયતો છે. સમગ્ર મસ્જિદમાં અદ્દભૂત રીતે કલાત્મક કારીગરી કરાય છે અને મિનારાની થાંભલી સાથે દાદર પર પણ બારીક નકશીકામ કરાયું છે.
    First published:

    Tags: Local 18, Surat news