Home /News /surat /મોજશોખ તથા ફૂડ પાર્સલની ડિલિવરી કરતા વાહન ચોરોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

મોજશોખ તથા ફૂડ પાર્સલની ડિલિવરી કરતા વાહન ચોરોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

આરોપીઓએ બે ગાડી પાલમાંથી બે ગાડી અડાજણમાંથી અને એક ગાડી સારોલી વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત.

પકડાયેલા ઈસમો પાસેથી પોલીસે ચોરીની 5 જેટલી મોટર કબજે કરી આરોપી ફૂડ ડીલેવરી માટે ગાડીઓની કરી હતી ચોરી હાલમાં સિક્યુરિટી જવાન તરીકે કરતા હતા કામ

સુરત: સુરતમાં વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે જેને લઈને સુરત પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા હોય તેવા ઈસમોની તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને અંગત બાતમીદાર દ્વારા વિગત મળી હતી કે, હાલમાં સિક્યુરિટી જવાન તરીકે કામ કરતા ઉત્તર પ્રદેશના વતની એવા બે યુવકો પોતાના ઘરેથી ફૂડ પાર્સલ ડિલિવરીનું કામ કરે છે અને ફૂડ પાર્સલ ડિલિવરી માટે તેઓએ પાંચ જેટલી મોટરસાયકલની ચોરી કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે આ બંને ઈસમોની અટકાયત કરી હતી. જોકે આ ઈસમો પાસેથી પાંચ જેટલા વાહનો કબજો કરી પાંચ વાહન ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

સુરત શહેર ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે અને આ શહેરમાં રોજીરોટીની તલાશમાં અલગ-અલગ રાજ્યના લોકો આવીને વસેલા છે ત્યારે આ શહેરમાં વસ્તી વધવાની સાથે ગુનાખોરીનો ગ્રાફ પણ વધી રહ્યો છે. તેમાં સૌથી વધુ વાહન ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ વાહન ચોરી અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા વાહનચોરીમાં ભૂતકાળમાં સડોવાયેલા હોય તેવા ઈસમોની તપાસ કરવાના આદેશને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને અંગત બદલીદાર દ્વારા બાદની મળી હતી કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના વીઆઈપી રોડ પર આવેલા શ્યામ ખાટું મંદિર નજીક આશીર્વાદ એવન્યુમાં સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવતો મયંક ઉર્ફે મંકુ મમરાજ યાદવ અને તેની સાથે રહેતો ગૌરવ સર્વેશ યાદવ આ બંને યુવાનોની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા ઇસમો પાસેથી ચોરીની પાંચ જેટલી ગાડીઓ કબજે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: લોકસભાનું સભ્ય પદ જતા રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા- ‘દરેક કિંમત ચૂકવવા તૈયાર’

આ બંને યુવાનો સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવતા પહેલા પોતાના ઘરેથી ફૂડ પાર્સલનું કામ કરતા હતા અને આ ફૂડ પાર્સલો ડીલેવરી સાયકલ પર કરવા જતા હતા. જેને લઈને જરૂરિયાત હોવાને લઈને વાહનોની ચોરી કરતા હતા. આ સાથે પોતાના મોજશોખ પુરા કરવા માટે પણ વાહનોની ચોરી કરતા હોવાની કબુલાત કરતા પોલીસે પાંચ જેટલી હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલ કબજે કરી હતી.

જોકે તપાસ કરતા આરોપીઓએ બે ગાડી પાલમાંથી બે ગાડી અડાજણમાંથી અને એક ગાડી સારોલી વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડી ચોરીના ગુનામાં કલ્લુ યાદવ નામનો એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછમાં વધુ ભેદ ઉકેલાય તેવી આશંકા વક્ત કરી છે. પકડાયેલા આરોપી પોતાના મોજશોખ પૂરો કરવા અને ફૂડ પાર્સલોની ડીલેવરી માટે આ મોટરસાયકલની ચોરી કરી હોય તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat police