Home /News /surat /સુરતમાં થઈ હતી લાખોની ચોરી, આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સુરતમાં થઈ હતી લાખોની ચોરી, આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

Surat Crime News: સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરા ખાતે આવેલ ખત્રી વાળમાં આવેલ એક બિંલ્ડીગના ત્રીજા માળે રહેતા પરિવાર તમામ લોકો નમાજ અદા કરવા ગયા ત્યારે તેમના ફ્લેટમાં તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદી દાગીના અને રોકડા મળી 13.65 લાખની ચોરી કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
સુરત: સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરા ખાતે આવેલ ખત્રી વાળમાં આવેલ એક બિંલ્ડીગના ત્રીજા માળે રહેતા પરિવાર તમામ લોકો નમાજ અદા કરવા ગયા ત્યારે તેમના ફ્લેટમાં તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદી દાગીના અને રોકડા મળી 13.65 લાખની ચોરી કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ચાર જેટલા ઈસમો ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

આરોપીઓને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી


સુરતમાં સતત ગુના ખોરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ચોરી ઘટના બની રહી છે તેને લઇને પોલીસ સતત આરોપીઓને ઝડપી પાડી ચોરીના ભેદ ઉકેલવાની સતત કામગીરી કરી રહી છે. ત્યારે સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુર નગર ખાતે આવેલ ખત્રીવાળમાં આવેલા હબીબ હાઉસ ખાતે રહેતા વોરા પરિવાર પોતાના ધર્મગુરુ આવ્યા હોવાને લઇને ઘર નજીક આવેલ વોરા સમાજની દેવડી નમાજ અદા કરવા ગયા હતા. જોકે ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરમાં ચોરી થયાનું માલુમ થયું હતું.

આ પણ વાંચો: આ ધર્મમાં થતા હતા ભાઈ-બહેનના લગ્ન, કોર્ટે કહ્યું - ‘આ કોઈ ધાર્મિક પ્રથા નથી, તેને બંધ કરો’

13.65 લાખની ચોરી કરી ચોરો ફરાર


જોકે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 13.65 લાખની ચોરી કરી હતી. જોકે પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી જઇને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ ચોરીની ઘટનામાં બિલ્ડીંગના વોચમેનની સંડોવણી છે. તેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પોલીસે ચોરીની ઘટનાના ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: આ શું આચારસંહિતા વચ્ચે પૈસાની હેરાફેરી? સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

બાતમીના આધારે ચાર આરોપીની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, આરોપીમાં હકીમ રંગવાલા, હુસેન શાહ, અલીઅસગર કલાઈવાલા અને સાજીદ શેખનો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર મામલે બાતમીના આધારે ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી સોનાની લગડી, વીંટી, સેટ અને સોનાની ચેન તેમ મળીને કુલ 14,00,550 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ સાથે સાથે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat crime news, Surat news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन