Home /News /surat /સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ ચોરીની ઘટના, પોલીસે કરી આરોપીની ધરપકડ

સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ ચોરીની ઘટના, પોલીસે કરી આરોપીની ધરપકડ

પોલીસે કરી આરોપીની ધરપકડ

Surat Police: સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યા એ ચોરી ની ઘટના સામે આવી હતી. એક મોબાઈલની દુકાન અને એક સ્ટીલની દુકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યા એ ચોરી ની ઘટના સામે આવી હતી. એક મોબાઈલની દુકાન અને એક સ્ટીલની દુકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સુરતના એક જ વિસ્તારમાં બે ચોરીની ઘટના


સુરતમાં ચોર ઈસમ બે ફામ બન્યા હોય તેમ એક જ દિવસમાં એકજ વિસ્તારમાંથી બે ચોરીની ઘટના સામે આવી હતી. આસપાસના વિસ્તારમાં બે દુકાનોમાં ચોરીની ઘટના બનતા આસપાસમાં ચર્ચા જાગી ગઈ હતી. જેમ ગોડાદરા વિસ્તારમાં આવેલ હરિ મોબાઈલ નામની દુકાન તેમજ તેજ વિસ્તારમાં આવેલી ખોડિયાર સ્ટીલ નામની દુકાનમાં ચોરી થઈ હતી. જેમાં મોબાઈલની દુકાનમાંથી 10 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. સાથે સ્ટીલની દુકાન માંથી 60 હજારની રોકડ ની ચોરી થઈ હતી. આ બન્નેની ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકની હત્યાનો પ્રયાસ થયો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે શોધખોળ હાથ ધરી

બન્ને ચોરીમાં ગુનેગાર એક જ નિકળ્યો


આથી આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા બન્નેમાં એકજ ઈસમ ચોરી કરવા આવ્યો હોવાનું જણાયું હતું. તેમજ બને દુકાનના શટર સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા આરોપી ઝડપાઇ ગયો હતો. આરોપી રાકેશ ઉર્ફ ખોપરી લલન પ્રસાદ શાહ રીક્ષા ચલાવતો હતો. રાત્રીના સમયે કોઈના હોવાથી ચોરીને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: લગ્નમાં જમવા જેવી સામાન્ય બાબતે એક યુવકની જાહેરમાં હત્યા, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


પોલીસે ચોરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ચોરીના 10 મોબાઈલ ફોન મળી 94,500નો ટોટલ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક વધુ ગુના ઉકલે તેવી આશ્કા પણ વ્યક્ત કરી છે. સુરત પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. ગુનેગારોને પકડી પાડવા માટે સુરત પોલીસ સારી એવી ફરજ બજાવી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat news, Surat police, ગુજરાત