Home /News /surat /

Surat Crime: 'અગર તુમ ચિલ્લાઇ તો માર દુંગા' સુરતમાં મહિલાના ઘરમાં ઘૂસી પાડોશીએ દુષ્કર્મ આચર્યું

Surat Crime: 'અગર તુમ ચિલ્લાઇ તો માર દુંગા' સુરતમાં મહિલાના ઘરમાં ઘૂસી પાડોશીએ દુષ્કર્મ આચર્યું

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે તેમાં પણ કિશોરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે

યુવકે મહિલાને ધાક-ધમકી આપી તેને અને તેના બાળકોને મારી નાખવાનું કહી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે મહિલાએ આ મામલે સુરતના લિંબાયત પોલીસ (Limbayat Police)માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરત (Surat News)માં સતત દુષ્કર્મ (Rape)ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના વિસ્તારમાં ત્રણ સંતાનોની માતા પર એક યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવકે મહિલાને ધાક-ધમકી આપી તેને અને તેના બાળકોને મારી નાખવાનું કહી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે મહિલાએ આ મામલે સુરતના લિંબાયત પોલીસ (Limbayat Police)માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે તેમાં પણ કિશોરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ વતની અને હાલ સુરતના લિંબાયત ખાતે રહેતી 32 વર્ષીય મહિલા કે જે સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. પતિ મજૂરી કામ કરે છે અને પરિવારમાં ત્રણ બાળકો છે. વર્ષ 2015માં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે તેમની બિલ્ડિંગમાં જ રહેતો મોહમ્મદ સૈયદ સિદ્દીકી પડોશમાં ભાડેથી રહેતો હોવાને લઈને પરિણીતા સાથે આ યુવકે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરી ધાક-ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બાળકોને મારી નાખવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો- Jetpur News: જેતપુરમાં પ્રેમીયુગલને મળી તાલિબાની સજા, મહિલાના કાન, નાક કાપી વાળનું પણ મુંડન કરી નાંખ્યું

જોકે આ યુવાન ત્યારબાદ તે બીજે રહેવા ચાલ્યો ગયો હતો. ગત અઠવાડિયે પરિણીતાનો પતિ વતન લગ્ન પ્રસંગમાં ગયો હતો, તે દરમિયાન તારીખ 16મી મે નારોજ બપોરે ઘરની બહાર બાળકો રમી રહ્યા હતા ત્યારે મોહમ્મદ સૈયદ તેના ઘરે આવી શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી અને પરિણીતાએ તેનો વિરોધ કરતાં આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને એલ-ફેલ શબ્દો બોલવા લાગ્યો હતો. સાથે જ યુવકે ધમકી આપી હતી કે, અગર તુમ ચિલ્લાઈ તો તુમ્હે ઓર તુમ્હારે બચ્ચો કો માર દુંગા. જેના પછી બળજબરીપૂર્વક પરિણીતાને તેના ઘરમાં દરવાજો બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ પરિણીતાએ આ મામલે આ યુવક વિરુદ્ધ સુરતના લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Crime Latest News, Surat crime news, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર