Home /News /surat /

Video: સુરતમાં ઘર કંકાસથી કંટાળી આપઘાત કરવા પહોંચેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો

Video: સુરતમાં ઘર કંકાસથી કંટાળી આપઘાત કરવા પહોંચેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો

સુરતથી મધ્યમાંથી પસાર થતી તાપી નદી પર આપઘાત કરતા હોવાની ઘટના સામે આવી રહી છે.

સુરતથી મધ્યમાંથી પસાર થતી તાપી નદી પર આપઘાત કરતા હોવાની ઘટના સામે આવી રહી છે. જોકે આ ઘટના વખતે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા તાપી નદી પર આવેલા પુલ ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. જેને લઇને કોઇ વ્યક્તિ તાપી નદીમાં આપઘાત ના કરે પણ આજે પણ આ જ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

વધુ જુઓ ...
સુરત (Surat)ના અમરોલી વિસ્તાર (Amroli)માં એક યુવક ઘરકંકાસથી કંટાળી તાપી નદી (Tapi River)માં આપઘાત (Suicide) કરવા પહોંચ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ યુવકને બચાવી લીધો હતો. યુવક આપઘાત ના કરે તે માટે તંત્ર દ્વારા નદી ઉપર લોખંડની ગ્રીલ નાંખી છે પણ લોકો આવીને પણ આપઘાતનો પ્રયાસ કરતા હોવાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરતથી મધ્યમાંથી પસાર થતી તાપી નદી પર આપઘાત કરતા હોવાની ઘટના સામે આવી રહી છે. જોકે આ ઘટના વખતે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા તાપી નદી પર આવેલા પુલ ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. જેને લઇને કોઇ વ્યક્તિ તાપી નદીમાં આપઘાત ના કરે પણ આજે પણ આ જ પ્રકારની ઘટના સામે આવી રહી છે. અમરોલી વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાના ઘરમાં ચાલી રહેલા કંકાસથી કંટાળી આપઘાત કરવા માટે તાપી નદીના કિનારે આવેલા અમરોલી વિસ્તારના બ્રિજ પર પહોંચ્યો હતો.



જોકે લોકો આપઘાત ન કરે તે માટે આ બ્રિજ ઉપર લોખંડની 10 ફૂટ લાંબી ગ્રીલ લગાડવામાં આવી છે ત્યારે આ યુવક આપઘાત કરવા માટે આ જાળી કૂદીને તાપી નદીમાં કૂદવાનો પ્રયાસ કરતો હતો. તે સમયે ત્યાંથી પસાર થતાં બે લોકો દોડી આવ્યા હતા અને આ યુવકને આપઘાત કરતાં અટકાવ્યો હતો. જોકે આ યુવકને સ્થાનિક લોકોએ સમજાવ્યા બાદ યુવક આપઘાત કરવાનો વિચાર ભૂલાવીને ઘરે પહોંચી ગયો હતો અને રસ્તા પરથી પસાર થતાં આ ઘટનાનો વીડિયો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

આ પણ વાંચો- ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકોને આપઘાત કરતા અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરની તાપી નદી પર આવેલા તમામ રૂટ પર આ જ પ્રકારની લોખંડ ની જાળી લગાવી છે છતા પણ આપઘાત કરવા વાળા જાળી કૂદીને પણ નદીમાં ઝંપ લાવતા હોય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat crime news, Surat news, Surat police

આગામી સમાચાર