સુરતની હોસ્પિટલમાં બળદેવને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
બોટાદનો વતની બળદેવ ઝાલા નામનો વ્યક્તિ ખાનગી લક્ઝરી બસમાં ક્લીનર તરીકે કામગીરી કરે છે. બળદેવ ઝાલા નામનો વ્યક્તિ અમરેલી સુરત રૂટની લક્ઝરી બસમાં કામ કરતો હતો.
ગુજરાતમાં દારૂબંધી (Gujarat Darubadi)ના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ અવારનવાર આ કાયદાના લીરેલીરા ઉડાવતા કિસ્સાઓ સામે આવે છે ત્યારે બોટાદમાં જ્યારે કેમિકલ પીવાના કારણે લોકોના મોત (Botad hooch tragedy) થયા હોવાની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ (Gujarat Police) દ્વારા અલગ-અલગ જગ્યા પર દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત (Surat)માં બસ ક્લીનર તરીકે કામ કરતા એક વ્યક્તિની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જો કે પોલીસે (Surat Police) આ મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ બસ ક્લીનર મૂળ બોટાદ જિલ્લાનો વતની છે અને તેને પણ આ કેમિકલવાળું પદાર્થ પીધું હતું અને ત્યારબાદ તેની તબિયત લથડતા તેને પ્રાથમિક સારવાર પણ લીધી હતી અને તબિયતમાં સુધારો લાગતા તે ફરીથી ક્લીનર તરીકે ફરજ પર આવ્યો હતો અને સુરત આવ્યા બાદ ફરીથી આ બસ ક્લીનરની તબિયત ખરાબ થતા તેને ફરીથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બોટાદનો વતની બળદેવ ઝાલા નામનો વ્યક્તિ ખાનગી લક્ઝરી બસમાં ક્લીનર તરીકે કામગીરી કરે છે. બળદેવ ઝાલા નામનો વ્યક્તિ અમરેલી સુરત રૂટની લક્ઝરી બસમાં કામ કરતો હતો. બળદેવ અમરોલી ટ્રીપ પતાવીને સુરત આવ્યો હતો અને ત્યારબાદ તે સૂઈ ગયો હતો ત્યારબાદ બળદેવની તબિયત એકાએક ખરાબ થવા લાગી હતી અને તેને આંખમાં અંધારા આવવાની ફરિયાદ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતની હોસ્પિટલમાં બળદેવને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા બળદેવની સાથે રહેલા ડ્રાઇવરની પૂછપરછ પોલીસે કરી હતી ત્યારે ડ્રાઇવર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ક્લીનર બળદેવ અમને કહી રહ્યો હતો કે અમારા ગામમાં પણ બે થી ત્રણ લોકોના મોત થયા છે પરંતુ મને કશું થયું નથી હું ત્યાં સારવાર કરાવીને મને સારું લાગતા હું રાત્રિના સમયે જ ક્લીનર તરીકે ફરીથી નોકરી પર આવી ગયો હતો. મહત્વની વાત એ છે કે બળદેવ નામનો વ્યક્તિ કે જે ખાનગી લક્ઝરી બસમાં ક્લીનર તરીકે કામ કરે છે તે બોટાદ જિલ્લાનો વ્યક્તિ છે.