Mehali tailor, surat: ટેક્સટાઇલ તરીકે પ્રસિદ્ધ થયેલું સુરત હવે ધીરે ધીરે ઘણું આગળ વધી રહ્યું છે ટેક્સટાઇલના સુરતમાં અત્યાર સુધી સિન્થેટિક કાપડ ઘણું પ્રચલિત હતું જેમાં ડ્રેસ મટીરીયલ સાડી વધુ વેચાણમાં હતી પરંતુ હવે આ ટેક્સટાઇલ સ્થિતિ ધીરે ધીરે ડેનીમના કાપડના ઉત્પાદનમાં પણ આગળ વધી રહ્યું છે.
સુરતમાં આજે સાત જેટલી કંપની આ ડેનિમનું કાપડનુ ઉત્પાદન કરી રહી છે. બદલાતા જમાના સાથે આજે હવે લોકો ડ્રેસ મટીરીયલ અને સાડીની સાથે ડેનિમય જીન્સ અને ડેનિમના કપડા વધુ પસંદ કરી રહ્યા છે. આજે આ ડેનિમમાંથી અલગ અલગ વસ્તુઓ બની રહી છે અને એમના ડેનિમ ના કાપડમાંથી કુર્તાઓ પણ બની રહ્યા છે .ત્યારે આ ડેનીમની માંગને ધ્યાનમાં રાખીને આજે સુરત ડેનિમના કાપડનું પણ ઉત્પાદન કરતું થયું છે.
30 લાખ મીટર જેટલું કાપડ સુરત વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યું છે
સુરતની સાત જેટલી કંપનીઓ એક મહિનામાં એક કરોડ મીટર જેટલું ડેનીમના કાપડનું ઉત્પાદન કરી રહી છે. જેમાંથી 30 લાખ મીટર જેટલું કાપડ સુરત વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યું છે. સુરત બાંગ્લાદેશ, કોલંબિયા,ઇજિપ્ત, મેક્સિકો જેવા અલગ અલગ સાત દેશમાં અહીં ઉત્પાદન થયેલું ડેનિમનું કાપડ એક્સપર્ટ કરી રહ્યું છે.આ દૈનિક ઉત્પાદનમાં આખા ભારતમાં સુરતનો હિસ્સો 10% જેટલો છે.
ટેક્સટાઇલ હબમાં ડેનિમ પણ પોતાનું સ્થાન જમાવી રહ્યું છે.
સુરત જ્યારે ટેક્સટાઇલ હબ તરીકે વિકાસ પામતું હતું ત્યારે સુરતમાં જરી ઉદ્યોગથી શરૂ થયેલ આ ઉદ્યોગ સિન્થેટિક કાપડમાં ઘણું આગળ હતું. ત્યારબાદ આ ટેક્સટાઇલ હબ ધીરે ધીરે કોટનના કાપડ, સિલ્કના કાપડ અને બીજા અન્ય કાપડનું પણ ઉત્પાદન કરતા આગળ વધ્યું. અને ધીરે ધીરે દરેક ગારમેન્ટ પણ સુરતમાં જ તૈયાર થવા માંડ્યા અને ટેક્સટાઇલની આખી ચેઇન જ તૈયાર થવા માંડી.હવે ધીરે ધીરે આ ટેક્સટાઇલ હબમાં ડેનિમ પણ પોતાનું સ્થાન જમાવી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર